અમદાવાદ : એસીવાળા રૂમમાં સૂવા બાબતે પતિ સાથે ઝઘડા બાદ પત્નીનો આપઘાત

0
0

અમદાવાદ. નિકોલમાં પતિ-પત્ની વચ્ચે એસીવાળા રૂમમાં સુવાની બાબતે ઝઘડો થયો હતો, જેથી માઠું લાગતા પત્નીએ બીજા દિવસે ઘરના બેડરૂમમાં પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પતિએ એસી રૂમમાં દીકરાને લઈને સુવાની ના પાડી 

કઠવાડા રોડ પાસે આવેલા ગજાનંદ રેસિડેન્સીમાં રહેતા ડિમ્પલબેન ચૌહાણ તેમના અઢી વર્ષના દીકરાની તબિયત  ખરાબ હોવા છતા એસી વાળા બેડરૂમમાં સુવા માટે જતા હતા. જોકે દીકરાની તબિયત ખરાબ હોવાથી ડીમ્પલબેનના પતિ જયેશભાઈ ચૌહાણે એસી રૂમમાં દીકરાને લઈને સુવાની ના પાડી હતી, જેથી પતિ પત્ની વચ્ચે બોલચાલી થઈ ઝઘડો થયો હતો. દરમિયાન ડીમ્પલબેન પોતાના પિયર જવાની માંગણી કરી રહી હતી, ત્યારે તેના પતિ જયેશભાઈએ લોકડાઉન પૂર્ણ થાય તે પછી તારા પિયરમાં જતી રહે જે તેમ જણાવ્યું હતું.

થોડા સમય પછી દીકરાનો રોવાનો અવાજ આવ્યો

ડીમ્પલબેન બીજા દિવસે બપોરે પણ તેમના પતિ સાથે કોઈ પણ વાત કરી ન હતી અને બપોરે તેમનું ઘરનું કામ પૂર્ણ કરીને તેમના દીકરાને સાથે લઈને એસી વાળા રૂમમાં જઈને સુઈ ગયા હતા. થોડા સમય પછી દીકરાનો રોવાનો અવાજ જયેશભાઈને સંભળાયો હતો, જેથી જયેશભાઈએ એસીવાળા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, જો કે દરવાજો કોઈ ખોલી રહ્યું ન હોવાથી જયેશભાઈએ દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારે જયેશભાઈએ જોયું હતું કે, ડીમ્પલબેને  રૂમના છતની સીલીંગ ફેન સાથે સાડીનો છેડો બાંધી આપઘાત કરી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here