સેકસ માટે પતિ કરતો હતો ઈન્કાર, ગુસ્સે ભરાયેલી પત્નિએ પતિને જીવતો સળગાવ્યો

0
0

સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે પરંતુ કયારેક આ ઝઘડા ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. આવી જ એક ઘટના છત્તીસગઢ રાજયમાં બની છે. જયારે પતિ સેકસ માટે ઈન્કાર કરતો હતો જેના પગલે પત્ની ગુસ્સે ભરાઈ અને ઘરના આંગણામાં ઊંઘતા પતિ ઉપર કેરોસીન છાંટીને જીવતો સળગાવ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે છત્તિસગઢના બલરામપુર-રામાનુજગંજ જિલ્લાના બદોલી ઘમમાં ૩૭ વર્ષીય ધર્મપાલ ગોંડ પોતાની ૩૦ વર્ષીય પત્ની બિલાસો અને બે બાળકો સાથે રહેતો હતો. અકીલા ૧૬ મેના રોજ તે રાત્રે ૧૨ વાગ્યે કામ ઉપરથી ઘરે આવ્યો હતો. આ સમયે પત્ની અને બાળકો સુઈ રહ્યાહતા. જયારે મોડા સમય સુધી પત્નીએ દ્યરનો દરવાજો ન ખોલતા તેણે પત્નીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પત્નીને પણ ગુસ્સો આવ્યો અને દ્યરના આંગણામાં ઊંદ્યતા પતિને કેરોસીન છાંટીને સળગાવ્યો હતો. આગ લાગ્યા બાદ પતિ બૂમો પાડતો ઘરમાંથી બહાર ભાગ્યો હતો. અને પડોશીઓએ આગ બૂજાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. જયાં તેનું ૧૮ મેના દિવસે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પત્નીએ માન્યુ હતું કે, તે શરીર સંબંધ બાંધતો ન હતો એટલે તે ગુસ્સે ભરાઈ હતી. એક અન્ય ઘટનામાં દારૂ ન છોડનાર પતિને મારી નાંખ્યો હતો. આ ઘટના સમયે બે માસૂમ બાળકો હાજર હતા. આ ઘટના બલરામપુર જિલ્લાના બૈરિયા સુર્જનપુરની છે.

આ ગામમાં રહેતા ઉદય ભાનની હત્યા તેની પત્નીએ કરી હતી. મહિલાએ જણાવ્યું કે પતિ છાસવારે તેની સાથે મારપીટ કરતો હતો. દારૂની લત લાગી ગઈ હતી અને તે છોડતો ન હતો. આના કારણે પતિથી ગુસ્સે ભરાયેલી પત્નીએ ધારદાર હથિયાર ડે પતિ ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here