Friday, February 14, 2025
HomeદેશNATIONAL : પત્ની બની હેવાન! પ્રેમી સાથે મળીને પહેલા પતિનો કાન ચાવ્યો...

NATIONAL : પત્ની બની હેવાન! પ્રેમી સાથે મળીને પહેલા પતિનો કાન ચાવ્યો અને પછી ઉતાર્યો મોતને ઘાટ

- Advertisement -

તમે પતિ દ્વારા કરતા અત્યાચાર અને ક્રૂરતા વિશે તો અનેક વાર સાંભળ્યું જ હશે. પરંતુ પત્ની પોતાની પતિની આટલી નિર્દયતાથી હત્યા કરી હોય તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મહિલા પહેલા પોતાનો પતિનો કાન ચાવી ગઈ હતી અને પછી તેને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પાલીગંજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની ક્રૂર હત્યા કરી નાખી. હેવાન પત્નીએ તેના પતિનો કાન ચાવી ગઈ હતી અને પછી તેની નિર્દયતાથી હત્યા કરી. આ મામલો સામે આવ્યા બાદ દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે કે પતિ સાથે એવું પણ શું વેર હતું કે તેણે તેની આટલી ક્રૂર રીતે હત્યા કરી નાખી.

પાલીગંજમાં પત્ની અને પ્રેમીની ક્રૂરતા સામે આવી છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિના કાન ચાવી ગઈ હતી અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ ઘટના પાલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદરપુરની છે. મૃતકનો કાન ખરાબ રીતે ચાવ્યો હતો અને ક્રૂરતાપૂર્વક તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

30 વર્ષની ઉર્મિલા દેવીએ મોતિહારીના રહેવાસી તેના 21 વર્ષના પ્રેમી ઈમામુલ્લા સાથે મળીને તેના પતિની આટલી નિર્દયતાથી હત્યા કરી છે. ઉર્મિલાએ પહેલા તેના 42 વર્ષના પતિ મિથિલેશ મોચીના કાનને ચાવી ગઈ હતી અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

હત્યાની પુષ્ટિ કરતા પાલીગંજ ડીએસપી પ્રીતમ કુમારે કહ્યું કે, “આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી છે. તેણે હત્યા કર્યાની કબૂલાત પણ કરી છે. હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા પ્રેમીની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે, જ્યારે પત્ની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પટના એઈમ્સમાં મોકલવામાં આવ્યો છે.”

તે જ સમયે, મૃતકના પિતરાઈ ભાઈ લાલનદાર રામે તેના પ્રેમી સાથે મળીને તેની પત્ની પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલ પાલીગંજ મોકલવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિને ધ્યાનમાં રાખીને, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ દુષ્ટ પત્ની અને તેના દુષ્ટ પ્રેમીને પકડીને સજા કરવામાં સફળ થશે કે કેમ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular