શહેરના પી.એન.ગાડગીલ એન્ડ સન્સ ખાતે અમદાવાદના આર્ટિસ્ટ અસિત વ્યાસ દ્વારા બનાવેલ પેન્ટિંગ અને 3ડી વર્કને વિંગ્સ શીર્ષક હેઠળ એક્ઝિબિટ કરવામાં આવ્યા છે. તારીખ 21થી 30 જૂન દરમ્યાન આયોજિત આ એક્ઝિબિશનમાં આર્ટિસ્ટના 40થી વધુ કામને લોકો માટે પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા છે. જે વિશે માહિતી આપતા 45 વર્ષથી પેઇન્ટિંગ કરતા આર્ટિસ્ટ અસિત વ્યાસે જણાવ્યું હતું કે હું છેલ્લા 15 વર્ષથી રોજે એક પેઇન્ટિંગ અને આર્ટવર્ક બનાવું છું. જેથી 3ડી આર્ટવર્ક કરતી વખતે સરળતા રહે છે. આ એક્ઝિબિશનમાં મેં પક્ષીઓના પેઈન્ટિંગ્સ મુક્યા છે, જે દરેક પક્ષીઓના રિયલ ટાઈમ ફોટો છે. 15 વર્ષથી હું વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું અને જે મારી બેસ્ટ ક્લિક મને લાગે એને હું પેન્ટિંગ દ્વારા કેનવાસ પર કંડારું છું. ઉલ્લેખનીય છે કે પી.એન.ગાડગીલ એન્ડ સન્સ ખાતે કલાપ્રેમીઓને તેમની કલા પ્રસ્તુત કરવા માટે વિનામૂલ્યે ગેલેરી આપવામાં આવે છે. જેના કારણે ગુજરાતભરના આર્ટીસ્ટો તેમની કલાને લોકો સુધી પહોંચાડી શકે છે. જેનાથી કલા અને કલાપ્રેમીઓ વચ્ચે એક સેતુનું નિર્માણ થાય છે.
3ડી ઇફેક્ટ આપવા માટે ફિનિશિંગ અથાક મહેનત બાદ જ સંભવ છે
આર્ટિસ્ટ અસિત વ્યાસ તેમના દ્વારા બનાવવામાં આવેલ 3ડી વર્કને નિહાળવાની ટ્રીક સમજાવી રહ્યા છે.
વિંગ્સના 4 લેઅર બનાવવા માટે 10 કલાકનો સમય લાગે છે
આ એક્ઝિબિશનમાં 3ડી ઇફેક્ટ આપવા માટે વિંગ્સના 4 લેઅર બનાવવા માટે 10 કલાકનો સમય લાગ્યો હતો. કારણ કે પક્ષીઓના વિંગ્સ 4 લેઅરમાં કુદરતે બનાવ્યા છે અને તેવા લેઅર બનાવવા માટે ફિનિશિંગ હોવું જરૂરી છે, તે અથાક મહેનત બાદ જ સંભવ છે.
પેપર પર માઈક્રો કટિંગ કરવા માટે 2 દિવસ જેટલો સમય લાગે છે, જેને સાંજી આર્ટ કહેવાય છે
પેપર પર સિંગલ કટિંગ આર્ટવર્ક કરવા માટે 2 દિવસ જેટલો સમય લાગે છે, જેને સાંજી આર્ટવર્ક કહેવામાં આવે છે. જેની અંદર એક ખાસ પ્રકારના જાડા પેપર પર પહેલા લાઇનિંગ કરવાની હોય છે અને ત્યારબાદ તેની બંને બાજુ સપ્રમાણ કટિંગ કરવાનું હોય છે. આ પ્રક્રિયા દરમ્યાન આંગળીઓ સુજી જાય છે અને અમુક સમયે કપાઈ પણ જાય છે. સાંજી આર્ટવર્ક ગુજરાતમાં કરનાર ઘણા ઓછા કલાકારો રહી ગયા છે.
પી.એન.ગાડગીલ એન્ડ સન્સ ખાતે અમદાવાદના આર્ટિસ્ટ અસિત વ્યાસ દ્વારા બનાવેલ આર્ટવર્કને વિંગ્સ શીર્ષક હેઠળ એક્ઝિબિટ કરવામાં આવ્યાં
પીંછા પર પેન્ટિંગ કરવા માટે કોટિંગ કરવું ફરજિયાત છે
પીંછા પર પેન્ટિંગ કરવું ઘણું કઠિન છે, તેની માટે તેના પર કોટિંગ કરવું જરૂરી થઇ જાય છે. પીંછા પર કોટિંગ કર્યા વગર જો આર્ટવર્ક કરવામાં આવે તો તે ફાટી જાય. અને કોટિંગ કર્યા બાદ પણ તેના પર આર્ટવર્ક કરતી વખતે ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે.