કંગના આજે મુંબઈ આવશે : થોડીવારમાં મુંબઈ આવવા રવાના થશે, ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામની નોટિસ પર કહ્યું- આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવી ગયો

0
12

કંગના રનૌત મંડી (હિમાચલ પ્રદેશ)થી ચંદીગઢ આવવા માટે કારથી રવાના થઈ ચૂકી છે. કંગના ચંદીગઢથી ફ્લાઈટથી મુંબઈ આવશે. કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન હસ્તક કાશ્મીર સાથે કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો. કંગના મુંબઈ આવશે એટલે શિવસેના સહિત અન્ય પાર્ટીઓ તેનો વિરોધ કરશે તેમ માનવામાં આવે છે. આ દરમિયાન BMCએ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકારી છે. BMCની એક ટીમ તેની ઓફિસ પહોંચી ગઈ છે. કંગનાએ આ અંગે ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવી ગયો છે. કેન્દ્રે કંગનાને Y કેટેગરીની સુરક્ષા આપી છે, જેમાં તેની સાથે સતત 11 સુરક્ષાકર્મીઓ રહેશે. આ દરમિયાન મુંબઈ કરણીસેના તથા ભાજપ નેતા રામદાસ અઠાવલેએ પણ કંગનાને પ્રોટેક્શન આપવાની જાહેરાત કરી છે. ચંદીગઢથી સવા 12 વાગે મુંબઈની ફ્લાઈટ છે. કંગના 2 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરશે.

ચંદીદઢ એરપોર્ટ પર કંગના

મંગળવાર, આઠ સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસનો કોવિડ 19નું સેમ્પલ લેવામાં આવ્યું હતું પરંતુ ટેસ્ટનું રિઝલ્ટ આવી નહોતું. આથી જ બીજીવાર સેમ્પલ લેવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ કંગના મુંબઈ માટે રવાના થઈ હતી.

મુંબઈ આવતા પહેલાં કંગનાએ એક પછી એક ટ્વીટ કરી હતી

https://twitter.com/KanganaTeam/status/1303507485160947712?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303507485160947712%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranaut-will-reach-mumbai-today-update-127701326.html

https://twitter.com/KanganaTeam/status/1303528216720601090?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303528216720601090%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranaut-will-reach-mumbai-today-update-127701326.html

https://twitter.com/KanganaTeam/status/1303533577468964865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303533577468964865%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranaut-will-reach-mumbai-today-update-127701326.html

મુંબઈ આવતા પહેલા કંગનાએ મંદિરમાં પૂજા કરી, સાથે બહેન રંગોલી પણ હતી
(મુંબઈ આવતા પહેલા કંગનાએ મંદિરમાં પૂજા કરી, સાથે બહેન રંગોલી પણ હતી)

 

શિવસેનાએ આજે ફરી કંગના માટે અપશબ્દનો ઉપયોગ કર્યો

શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું હતું, રાજકીય એજન્ડાને સામે લાવવા માટે દેશદ્રોહી પત્રકાર તથા સોપારીબાજ કલાકારોના રાજદ્રહોનું સમર્થન કરવું પણ ખરાબ (અપશબ્દ) જ છે.

મુંબઈ આવ્યા બાદ કંગનાએ હોમ ક્વૉરન્ટીન થવું પડશે

કંગના નવ સપ્ટેમ્બરના રોજ Y કેટેગરીની સુરક્ષા સાથે મુંબઈ આવશે. આ દરમિયાન BMCએ કહ્યું હતું કે કંગનાને સાત કે 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે. જોકે, તે સાત દિવસની અંદર જ પાછા જવાની ટિકિટ બતાવે છે તો તેને ક્વૉરન્ટીનના નિયમમાં છૂટ મળી શકે છે. કોરોનાના વધતા કેસોને કારણે BMCના નિયમ પ્રમાણે ફ્લાઈટથી મુંબઈ આવતા લોકોએ સાત દિવસ ક્વૉરન્ટીન થવું જરૂરી છે.

સાત સપ્ટેમ્બરના રોજ કંગનાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ BMCએ કંગનાની પ્રોડક્શન કંપનીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા, જેમાં ઓફિસમાં કુલ 14 ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. BMCએ કંગનાની ઓફિસની બહાર નોટિસ લગાવી હતી અને 24 કલાકની અંદર જવાબ આપવાનો કહ્યો હતો. ક

ફડણવીસે કહ્યું, કંગનાનું નિવેદન પોલીસનું અપમાન

ભાજપ નેતા તથા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કંગનાના નિવેદનને પોલીસ દળનું અપમાન ગણાવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આથી તેમને પોલીસની તાકાતની ખબર છે પરંતુ પોલીસ રાજકીય દબાણમાં આવી શકે છે. કંગનાએ એવં કહ્યું હતું કે તેને ફિલ્મી માફિયા કરતાં મુંબઈ પોલીસનો વધુ ડર લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here