Monday, October 18, 2021
Homeશું રાજનીતિમાંથી સન્યાસ લેશે મુખ્યમંત્રી નીતિશ : બિહારના પૂર્ણિયાના ધમદાહામાં ચૂંટણી રેલીમાં...
Array

શું રાજનીતિમાંથી સન્યાસ લેશે મુખ્યમંત્રી નીતિશ : બિહારના પૂર્ણિયાના ધમદાહામાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતાં બોલ્યા નીતિશ કુમાર- આ મારી અંતિમ ચૂંટણી

પૂર્ણિયાના ધમદાહામાં આજે અંતિમ સભાને સંબોધન કરતાં મુખ્યમંત્રી નીતિશ.
  • બિહારમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
  • નીતિશ કુમારે પૂર્ણિયામાં 2 અને કટિહારમાં 3 સભા કરી ચૂક્યા છે

મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે તેમના ચૂંટણી પ્રચારની છેલ્લી સભામાં કહ્યું કે આ તેમની અંતિમ ચૂંટણી છે. પૂર્ણિયાના ધમદાહામાં સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે- જાણી લો…આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે.…અને આ મારી અંતિમ ચૂંટણી છે. આ પછી, નીતીશે ધમદહાના જેડીયુના ઉમેદવાર લેસી સિંઘને જીતાડવા અપીલ કરી હતી.

અજાનનો અવાજ સાંભળીને અટકાવી દીધું હતું સંબોધન
ધમદાહામાં નીતિશકુમાર ચૂંટણી સભા સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન મસ્જિદમાથી અજાન શરૂ થઈ. નીતિશ કુમારે જેવો અજાનનો અવાજ સાંભળ્યો, તરત જ તેમણે પોતાનું સંબોધન અટકાવી દીધું હતું અને બે મિનિટ શાંત રહેવા કહ્યું હતું.

ધમદાહામાં આજે અંતિમ સભા હતી
મુખ્યમંત્રી નીતિશકુમારે આજે પાંચ ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું. કટિહારમાં તેમણે ત્રણ સભામાં સંબોધન કર્યું હતું. ત્યાર બાદ પૂર્ણિયાના ધમદાહામાં આ તેમની પાંચમી અને અંતિમ સભા હતી. આજે જ બિહારની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો છે. ત્યાર બાદ 7 નવેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને પછી 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments