અમદાવાદમાં કર્ફ્યુ લંબાશે કે નહીં? આજે સાંજે 6 વાગે કોર કમિટીની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે.

0
18

આવતી કાલે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યુની અવધી પુર્ણ થઈ રહી છે ત્યારે કર્ફ્યુને વધારવો કે મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય આજે સાંજે 6 વાગે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તો બીજીતરફ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે સંજોગોમાં કર્ફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદવાદમાં સતત કર્ફ્યુની સાથે અન્ય ત્રણ શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવા અંગે સરકાર પણ અસમંજસની સ્થિતિમાં છે કેમ કે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

4 શહેરોમાં આ પ્રકારે કર્ફ્યૂની જાહેરાતની સંભાવના

દિવસે સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે.
મહિલાઓને સવારના અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે.
દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે
ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.

કેન્દ્ર સાથે મસલત બાદ અંતિમ નિર્ણય

કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કર્ફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here