ટાટા ગ્રેવિટાસ 26 જાન્યુઆરીએ ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરશે : હેરિયરની સરખામણીએ આ SUV કેટલી અલગ હશે જાણો.

0
6

ટાટા ગ્રેવિટાસ SUV 26 જાન્યુઆરી 2021 (72મા પ્રજાસત્તાક દિન)ના રોજ ઇન્ડિયન માર્કેટમાં ડેબ્યૂ કરશે. ગ્રેવિટાસ તેની અન્ડરપિનિંગ્સ અને મિકેનિકલને 5 સીટર હેરિયર સાથે શેર કરે છે અને ટાટા SUV રેન્જમાં ટોપ પર હશે.

અગાઉ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સેકન્ડ જનરેશન થાર માટે આ વ્યૂહરચના અપનાવી ચૂકી છે. મહિન્દ્રાએ થારને 15 ઓગસ્ટ 2020 (74મા સ્વતંત્રતા દિવસ) પર થાર શોકેસ કરી હતી અને 2 ઓક્ટોબર 2020 (ગાંધી જયંતી)ના રોજ લોન્ચ કરી. નવી ટાટા ગ્રેવિટસમાં શું મળવાની શક્યતા છે ચાલો જાણીએ…

ટાટા ગ્રેવિટાસ: આમાં હેરિયરથી શું અલગ જોવા મળશે?

  • હેરિયર અને ગ્રેવિટાસ ટાટાનું ઓમેગા પ્લેટફોર્મ શેર કરે છે. જો કે, સીટ્સની થર્ડ રો માટે જગ્યા બનાવવા ટાટાએ હેરિયરની લંબાઈ 63mm અને ઊંચાઈ 80mm કરી દીધી છે. ગ્રેવિટાસ 4,661mm લંબાઈ, 1,894mm પહોળાઈ, 1,786mm ઊંચાઇ અને 2,741mm વ્હીલબેઝ સાથે આવી શકે છે.
  • ગ્રેવિટાસ અને હેરિયર વચ્ચેની ફ્રંટ સ્ટાઇલ વિશે વાત કરીએ તો તેમાં થોડો તફાવત જોવા મળશે, ટાટાની નવી ફ્લેગશિપ SUV B-પિલરથી અલગ દેખાશે.
  • એક્સટિરિયર ભાગ માટે એક્સ્ટ્રા કલર ઓપ્શન સાથે એક લાંબું રિઅર ઓવરહાંગ અને એક સ્ટેપ્ડ રૂફ, ગ્રેવિટાસને અલગ ઓળખ ઊભી કરવામાં મદદ કરશે.
  • થ્રી-રો SUV માટે એક નવી એલોય વ્હીલ ડિઝાઇન બંને વચ્ચે તફાવત કરવામાં પણ મદદ કરશે.

ટાટા ગ્રેવિટાસઃ આ હેરિયર સાથે બીજું શું શેર કરે છે?

  • 170hp, 2.0-લિટર ટર્બો-ડીઝલ એન્જિન, જે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ સાથે આવે છે, આ બંને SUV વચ્ચે શેર કરવામાં આવ્યું છે. આ સિવાય ઇંટીરિયર અને ફીચર્સનું લિસ્ટ પણ એક જેવી જ રહેવાની અપેક્ષા છે.
  • હેરિયર કરતાં સીટ્સમાં વધારો અને રો કરતાં વધારાનાં વજનનો અર્થ એ છે કે 5-સીટર ગ્રેવિટાસના 16.35kpl (મેન્યુઅલ) અને 14.63kpl (ઓટોમેટિક) ARAI એવરેજના આંકડાની તુલનામાં તેમાં ઓછી એવરેજ મળવવાની ધારણા છે. જૂનાં મોડેલ કરતાં થ્રી-રોવાળી SUVમાં પર્ફોર્મન્સના આંકડા ઓછા મળવાની સંભાવના છે.

ટાટા ગ્રેવિટાસઃ કોમ્પિટિટર્સની સરખામણીએ કિંમત

  • ટાટાની નવી રેન્જ-ટોપિંગ SUV તરીકે ગ્રેવિટાસે હેરિયર પર એક સારું પ્રીમિયમ ખર્ચ કરવું પડશે, જેની કિંમત અત્યારે 13.84-20.30 લાખ રૂપિયા વચ્ચે છે.
  • ગ્રેવિટાસની ટક્કર MG હેક્ટર પ્લની 6 સીટર (13.74-19.69) સાથે થશે, જેનું 7-સીટર વર્ઝન પર માર્કેટમાં આવવાની તૈયારીમાં છે.
  • આ ઉપરાંત, કરન્ટ મહિન્દ્રા XUV500 (રૂ. 13.58-18.08 લાખ) પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. નેક્સ્ટ જનરેશન SUV 500 અને 7-સીટર હ્યુન્ડાઇ ક્રેટા પણ માર્કેટમાં એન્ટ્રી કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here