કોરોના પર સરકાર : પ્રકાશ જાવડેકરે કહ્યું- જ્યાં સુધી વેક્સીન નહીં શોધાય ત્યાં સુધી વાઈરસ સાથે જીવવું પડશે, ખરાબ સમય પસાર થઈ ગયો

0
14

નવી દિલ્હી. સરકારે શનિવારે કોરોના વાઈરસને લીધે સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, પણ જ્યાં સુધી બીમારી પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આપણે સાવધાન રહીને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ સંક્રમણ ચીનથી આવ્યું છે, અલબત આ માટે કોઈ જ વેક્સીન શોધી શકાઈ નથી.જ્યાં સુધી આ વેક્સીન ન શોધાય ત્યાં સુધી આપણે આ વાઈરસ સાથે જ જીવન જીવવું પડશે. માસ્ક લગાવવું, વારંવાર હાથ ધોવા, સોશિય ડિસ્ટન્સિંગ વગેરે હવે સામાન્ય છે.

4 મેથી દેશના અડધા કરતા વધારે ભાગમાં કામ શરૂ થશેઃ જાવડેકર

કેન્દ્રીય પ્રધાને કહ્યું છે કે લોકડાઉનથી કોરોના સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે. લોકડાઉના ત્રીજા તબક્કામાં 4 મેથી દેશનો અડધાથી વધુ ભાગમાં કામકાજ શરૂ થઈ જશે. કોરોના પર અમારું સંચાલન અન્ય દેશોની તુલનામાં ખૂબ જ સારું છે. તમામ ઝોન સારી રીતે વહેચવામાં આવેલા છે.

વિપક્ષ પાસે કોઈ સારા સૂચન નથી

વિપક્ષના આરોપ અંગે જાવડેકરે કહ્યું કે તેઓ દિશાવિહન છે. તેમની પાસે કોઈ જ મુદ્દા નથી. તેમણે એક પણ સારી વાત કરી નથી અને ન તો કોઈ સૂચન આપ્યું છે. તેઓ અગાઉ જે મુદ્દાથી સહમત હતા તેઓ સરકાર પર આરોપ લગાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારના આરોપ અંગે જાવડેકરે કહ્યું કે ત્યાં કેટલાક લોકો ભારત અને બંગાળ વચ્ચે યુદ્ધ કરવાનું પસંદ કર્યું છે. અમને યુદ્ધમાં અને નિર્થક ચર્ચામાં કોઈ જ રસ નથી. અમારો ઉદ્દેશ પરેશાની દૂર કરવાની છે. અમે દરેક રાજ્યને મદદ કરવા ઈચ્છીએ છીએ.

રોકાણ, મેન્યુફેક્ચરિંગમાં ભારત પાસે મોટી તક છે

જાવડેકરના મતે ભારત પાસે વર્તમાન સમયમાં વ્યાપક તક છે. અમે તમામ મોટી કંપનીનું સ્વાગત કરી છીએ. છેલ્લા છ વર્ષમાં દેશમાં મોબાઈલ ફેક્ટરીની સંખ્યા બમણી થઈ 150 થઈ ગઈ છે. અમે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ અને વેન્ટીલેટર પણ બનાવી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here