વ્યાજદર ઘટશે કે અન્ય મોટી જાહેરાત ? 9મીએ RBI કરશે જાહેરાત

0
0

ઈતિહાસમાં પ્રથમ વખત અગમ્ય કારણોસર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મુદ્રાનીતિ નિર્ધારણ બેઠક મુલતવી રાખી હતી. RBIની મોનિટરી પોલિસીના સભ્યોની નિમણૂક બાકી હોવાથી ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં યોજાનારી આ બેઠક ટળી હતી પરંતુ, હવે આરબીઆઈએ આ બેઠકનું નવું શિડ્યુલ જાહેર કર્યું છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે એક અખબાર યાદીમાં જણાવ્યું કે નવ નિયુક્ત ત્રણ એમપીસી સભ્યો સાથે હવે આવતીકાલથી ત્રણ દિવસીય મોનિટરી પોલિસીની બેઠક યોજાવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારે ગઈકાલે ત્રણ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી આશિમા ગોયલ,જયંત આર વર્મા અને શશાંક ભીડેને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની રેટ સેટિંગ મોનેટરી પોલિસી કમિટીમાં સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. આરબીઆઇ અધિનિયમ અનુસાર ત્રણ સભ્યો પાસે ચાર વર્ષની શરતો હશે.

RBIની આવતીકાલથી યોજનારી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડા અંગે કોઈ સંભાવના નથી કારણકે ભારતમાં હજી પણ મોંઘવારીની અનિશ્ચિત્તાઓ છે. જોકે મહત્વની વાત એ છે કે આરબીઆઈ સરકારના ઋણ અને અન્ય મુદ્દાઓ અંગે શું પ્રતિક્રિયા આપે છે અને આઉટલુક કેવું રાખે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here