કિંજલ દવે બાદ ઐશ્વર્યા મજમુદાર અને અરવિંગ વેગડા પણ ભાજપમાં જોડાશે

0
45

ગુજરાતમાં હવે પ્રખ્યાત સિંગરોની ભાજપના જોડવા માટે હોડ લાગી છે. ગઈકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતની ખ્યાતનામ ગાયિકા કિંજલ દવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપની સભ્ય બની હતી. ત્યારબાદ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુકમાં એક પોસ્ટ અપલોડ કરીને તેના ફેન્સને પણ ભાજપમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

ત્યારે હવે આજે પ્રસિદ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર અને ભાઈ-ભાઈ ગીતથી જાણીતા અરવિંગ વેગડા, સૌરભ રાજ્યગુરુ સહિતના કલાકારો આજે અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાશે અને ત્યારબાદ તમામનું સન્માન કરવામાં આવશે.

અરવિંદ વેગડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હંમેશાં સારી લાગણી અનુભવાતી હોય છે. જ્યારે તમે કોઈ એક પક્ષ સાથે કામ કરતા હો. 2012થી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો. તે વખતે અમે ભાઈ ભાઈ પર ખાસ પ્રચાર કર્યો હતો. આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને બોલાવીને કહ્યું હતું કે, તમે તમારી વાત જનતાને કરો. તે વખતથી મારું જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે થઇ ચૂક્યું હતું. મને જે સાચું લાગે તે જનતાને હું કહેતો હોઉં છું. એક નાગરિક તરીકે, એક કલાકાર તરીકે આટલો પ્રેમ આપણને પ્રજાએ આપ્યો છે. લોકો અમને સંભાળે છે. લોકો અમને જોવા માટે આવે છે. પરંતુ અમે એમ વિચારતા હોઈએ છીએ કે, અમે સમાજ માટે શું કરી શકીએ. સમાજ માટે કંઈ કરવું જ છે તો આપણે કોઈ એક જગ્યા સાથે જોડાઈને કેમ ન કરીએ. આ વિચારથી આજે ફરીથી હું ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાવા જઈ રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here