ફૂટબોલર્સ રંગભેદ વિરુદ્ધની લડાઈમાં સમર્થન આપવા પોતાના નામની જગ્યાએ ‘બ્લેક લાઈવ્સ મેટર’ લખેલી જર્સી પહેરીને રમશે

0
8

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)ના ખેલાડીઓ પણ રંગભેદ સામેની લડતમાં જોડાયા છે. બુધવારે શરૂ થતી લીગમાં ફૂટબોલર પોતાના નામની જગ્યાએ ‘બ્લેક લાઈવ્સ મેટર’ લખેલી જર્સી પહેરીને રમશે. લીગની શરૂઆતની 12 મેચમાં ખેલાડી આવી જર્સી જ પહેરશે.

ખેલાડીઓએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, “રંગભેદને ખતમ કરવાના ઉદ્દેશથી અમે બધા ખેલાડીઓ એક થયા છીએ. અમારો પ્રયાસ છે કે વૈશ્વિક સમાજમાં રંગ, જાતિના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ અને દરેકને આદર સાથે બરાબર તકો મળવી જોઈએ.”

વિરોધ કરનારા ખેલાડીઓનું સમર્થન કરીશું: EPL

આ પ્રતીક (#blacklivesmatter #playerstogether) બધા ખેલાડીઓ, બધા સ્ટાફ, બધી ક્લબો, બધા મેચ અધિકારીઓ અને પ્રીમિયર લીગ વચ્ચે એકતા બતાવે છે. પ્રીમિયર લીગએ એમ પણ કહ્યું છે કે તે તે ખેલાડીઓનું સમર્થન કરશે કે જેઓ ઘૂંટણ પર બેસીને વિરોધ કરશે. અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગના ખેલાડી કોલિન કેપરનિકે રંગભેદનો વિરોધ કરવા ઘૂંટણ પર બેસવાનું શરૂ કર્યું.

‘લીગમાં રંગભેદને કોઈ સ્થાન નથી’

EPLએ સ્પષ્ટ કર્યું કે તે રંગભેદ સામેની લડતમાં ઇંગ્લિશ ફૂટબોલ લીગ, પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન, લીગ મેનેજર્સ એસોસિએશન અને મેચ અધિકારીઓ સાથે ઉભી છે. લીગમાં રંગભેદ માટે કોઈ સ્થાન નથી.

આર્સેનલના બધા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફના સદસ્ય રંગભેદનો વિરોધ કરવા ઘૂંટણે બેઠા છે.

આર્સેનલના ખેલાડીઓએ પણ વિરોધ કર્યો

જુદા જુદા એથલીટ્સ પણ જાતિવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ આર્સેનલના ખેલાડીઓએ પણ બ્રેન્ટફોર્ડ સામેની ફ્રેન્ડલી મેચ પહેલાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ લખેલી જર્સી પહેરી હતી. આ સિવાય ઘણા ક્લબના ખેલાડીઓ ટ્રેનિંગ દરમિયાન ઘૂંટણ પર બેસીને વિરોધ કરી રહ્યા છે.

મિનેસોટા રાજ્યની મિનેપોલીસ શહેરની પોલીસે 25 મેના રોજ જ્યોર્જ ફ્લોયડને છેતરપિંડીના આરોપમાં પકડ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી ડેરેક ચોવિન તેમને જમીન પર સુવડાવી લગભગ 9 મિનિટ સુધી તેમની ગરદન દબાવી રાખી હતી. તેનાથી જ્યોર્જનો શ્વાસ રૂંધાયો અને તેમનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા જ દેખાવો શરૂ થયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here