સિદ્ધુને મળશે કેપ્ટન? : કેપ્ટન એટલા નારાજ છે કે, તેમણે સિદ્ધુને શુભેચ્છા પણ નથી પાઠવી

0
1

નવજોત સિદ્ધુ પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ બની ગયા છે પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમની મુલાકાત વિશે હજી અટકળો લગાવવામાં આવી રહી છે. કેપ્ટને સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે એ શરત મૂકી હતી કે પહેલાં તેઓ તેમના પર લગાવવામાં આવેલા આરોપોની જાહેરમાં માફી માંગે. આ વાત તેમણે પંજાબ કોંગ્રેસના ઈનચાર્જ હરીશ રાવતને કરી હતી. તેમ છતાં સિદ્ધુએ અત્યાર સુધી કોઈ માફી માંગી નથી. આ પહેલાં જ રવિવારે રાતે સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

કેપ્ટન પર બધાની નજર
કેપ્ટન એટલા નારાજ છે કે, તેમણે સિદ્ધુને અધ્યક્ષ બનાવવાની કોઈ શુભેચ્છા પણ નથી પાઠવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેપ્ટને સિસવાંના ફાર્મ હાઉસ પર તેના અમુક અંગત અધિકારીઓ સાથે બેઠક કરી હતી, પરંતુ આ બેઠકમાં પણ સિદ્ધુએ કોઈ નિવેદન આપ્યું નથી. કેપ્ટન હવે આગળ શું પગલાં લેશે તેના પર સૌની નજર છે.

સિદ્ધુએ કશુ નથી કહ્યું: ધારાસભ્ય વડિંગે કહ્યું- કેપ્ટન પાસે સમય માંગ્યો છે
​​​​​​​સિદ્ધુની કોંગ્રેસ નેતાઓ સાથે મળવાની ગતિવિધિ હજી ચાલુ જ છે. સોમવારે તેમણે ચંદીગઢ પહોંચીને કાર્યકારી અધ્યક્ષ બનાવેલા કુલજીત નાગરા સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુ સાથેના ધારાસભ્ય વડિંગે કહ્યું છે કે, સિદ્ધુએ કેપ્ટનને મળવાનો સમય માંગ્યો છે. સમય મળતાં જ સિદ્ધુ કેપ્ટન સાથે મુલાકાત કરશે. હાલ સિદ્ધુએ આ મુદ્દે ચૂપ રહેવાનું જ નક્કી કર્યું છે. સિદ્ધુ હાલ મીડિયા સાથે પણ વાત નથી કરતાં.

કેપ્ટને સાંસદો અને ધારાસભ્યોને લંચ પર બોલાવ્યા કેપ્ટને બુધવારે તમામ ધારાસભ્યો અને સાંસદોને લંચ પર આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. આ લંચ પંચકુલાની એક હોટલમાં આયોજિત છે. જેમાં કોંગ્રેસનાં મોટા નેતાઓ પાસ સામેલ થશે. અત્યાર સુધીની જાણકારી અનુસાર તેમાં સિદ્ધૂને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ કેપ્ટનનું શક્તિ પ્રદર્શન છે કે પછી કોઈ નવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે તે બાબતે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

મંત્રી રજિયા સુલ્તાનાના ઘરે પણ પહોંચ્યા હતા સિદ્ધૂ.

સિદ્ધૂ ફરી જાખડને મળ્યા, મંત્રી રજિયા સુલ્તાનાના ઘરે પણ પહોંચ્યા પંજાબ કોંગ્રેસનાં પ્રધાનની સત્તાવાર જાહેરાત બાદ સોમવારે નવજોત સિંહ સિદ્ધૂ પહેલા સુનિલ જાખડને તેમના પંચકુલા ખતીના નિવાસ સ્થાને મળ્યા હતા. ત્યાર બાદ તેમને સહે લઈને કેપ્ટન સરકારના મંત્રી રજિયા સુલ્તાનાના ઘરે પણ પહોંચ્યા હતા. જ્યાં સિદ્ધૂનું ઉષ્માભર્યું સ્વાગત કરવાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here