ફરાહ ખાનની દીકરીએ સ્કેચ બનાવીને 70 હજાર રૂપિયા જમા કર્યાં, સ્ટ્રીટ ડોગ્સના ફૂડ પાછળ ખર્ચ કરશે

0
11

મુંબઈ. ફિલ્મમેકર ફરાહ ખાને થોડાં દિવસ પહેલાં જ દીકરી અન્યાની એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તે પેન્સિલથી પાલતુ જાનવરના સ્કેચ બનાવે છે અને તેને હજાર રૂપિયામાં વેચે છે. આ રીતે ભેગી થયેલી રકમ રખડતા જાનવર તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં ખર્ચ કરવામાં આવશે. હવે, ફરહાએ એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે અન્યાએ સ્કેચ બનાવીને 70 હજાર રૂપિયા ભેગા કર્યાં છે.

શું કહ્યું ફરાહે?

ફરાહે દીકરીનો વીડિયો શૅર કર્યો છે, જેમાં તે સ્કેચ બનાવે છે. વીડિયો શૅર કરીને ફરાહે કહ્યું હતું, આજે (12 એપ્રિલ) નેશનલ પેટ ડે છે અને અન્યાએ 70 હજાર જેટલી રકમ ભેગી કરી છે. આ રકમ જરૂરિયાતમંદ તથા રખડતાં જાનવરોના ભોજન પાછળ ખર્ચ કરવામાં આવશે. જેમણે અન્યાને સ્કેચ બનાવવાનો ઓર્ડર આપ્યો તે તમામ લોકોનો આભાર.

સેલેબ્સે વખાણ કર્યાં
ફરાહની આ પોસ્ટ પર અનેક સેલેબ્સે વખાણ કર્યાં હતાં, જેમાં સાનિયા મિર્ઝા, રેહા કપૂર, શમિતા શેટ્ટી, ઝોયા અખ્તર, તાહિરા કશ્યપ સામેલ છે. અનન્યા પાંડેની માતા ભાવના પાંડેએ કમેન્ટ કરી હતી કે તે હજી પણ પોતાના સ્કેચની રાહ જુએ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફરાહની દીકરી અન્યાએ પોતાની પિગી બેંક (ગલ્લો)ની તમામ રકમ સ્ટ્રીટ ડોગ્સના ખાવા-પીવામાં ખર્ચ કરી હતી. અન્યાએ આપેલી રકમમાંથી 30 સ્ટ્રીટ ડોગ્સના અઠવાડિયા સુધીના ખાવા-પીવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ફરાહે પોસ્ટ શૅર કરીને આ કામમાં મદદ કરનાર લોકોનો આભાર માન્યો હતો.

નોંધનીય છે કે ફરાહે છેલ્લે 2014માં ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ ડિરેક્ટ કરી હતી. તે અવારનવાર ટીવી શોમાં જોવા મળે છે. ગયા વર્ષે ફરાહે જાહેરાત કરી હતી કે તે રોહિત શેટ્ટીના પ્રોડક્શન હાઉસની એક ફિલ્મ ડિરેક્ટ કરવાની છે. જોકે, રોહિત શેટ્ટી તથા ફરાહ ખાન કઈ ફિલ્મ બનાવવાના છે, તેને લઈ કોઈ વાત હજી સુધી જાહેર કરવામાં આવી નથી. ચર્ચા હતી કે તેઓ ‘સત્તે પે સત્તા’ની રિમેક બનાવવાના છે પરંતુ તેને લઈ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here