તારક મહેતામાં પરત આવશે દિશા વાકાણી?

0
22

ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા કા ચશ્મા લોકડાઉન બાદ ફરી શરૂ થવાનું છે. નવાં એપિસોડ્સ જોઇ ફોન્સ ખુશ છે. આ શો TRPમાં તો ટોપ પર ચાલી જ રહ્યો છે આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. હવે સમાચાર છે કે શોને વધુ મજેદાર બનાવવાં શોનાં સ્પેશલ એપીસોડમાં દિશા વાકાણી પણ નજર આવી શકે છે.

એવાં સમાચાર છે કે, તારક મેહતામાં રક્ષાબંધન તહેવાર ઉજવાતો દર્શાવવામાં આવશે. આ તહેવારનાં બહાને સ્પેશલ એપિસોડ માટે દિશા વાકાણી શોમાં પરત આવી શકે છે. એવામાં તારક મેહતામાં જો દિશાની રિએન્ટ્રી થઇ તો દર્શકો માટે આ ગિફ્ટથી કંઇ કમ નહીં હોય.

આપને જણાવી દઇએ કે, શોમાં કામ કરનારી જેનિફરે પણ એવી હિન્ટ આપી હતી કે, દિશા વાકાણી ટૂંક સમયમાં જ શોમાં રિએન્ટ્રી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, હજુ દિશાની પ્રાથમિકતા તેની દીકીર છે એવામાં તેનાં પર કોઇપણ પ્રકારનું દબાણ કરવું યોગ્ય નથી. ગત 2 વર્ષથી દિશા વાકાણી અંગે સસ્પેન્સ બનેલું છે. ક્યારેક એવી વાતો થાય છે કે દિશા શોમાં પરત આવશે તો ક્યારેક એવી વાતો થાય છે કે હાલમાં તે પરત આવવાની નથી. અને કોઇ તેને રિપ્લેસ કરવાનું છે. ત્યારે જો દિશા શોમાં રક્ષાબંધન સ્પેશલ એપિસોડમાં નજર આવશે તો તમામ અટકળો પર પડદો પડી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here