Thursday, August 5, 2021
Homeબેટ્સમેન રેન્કિંગમાં વિલિયમ્સન અને કોહલી સંયુક્તપણે બીજા સ્થાને, પ્રથમ સ્થાને વિરાજમાન સ્મિથ...
Array

બેટ્સમેન રેન્કિંગમાં વિલિયમ્સન અને કોહલી સંયુક્તપણે બીજા સ્થાને, પ્રથમ સ્થાને વિરાજમાન સ્મિથ કરતા 25 પોઈન્ટ્સ પાછળ

ICCએ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. વિન્ડીઝ સામે 251 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કિવિઝ કેપ્ટન કેન વિલિયમ્સન બીજા સ્થાને આવી ગયો છે. તેના અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના 886 પોઈન્ટ્સ છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ 911 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે.

કોહલી અને વિલિયમ્સન બંને પેટરનિટી લિવ પર જવાના છે

કાંગારું બેટ્સમેન સ્ટીવ સ્મિથ પોતાની 25 પોઈન્ટ્સની લીડને વધારી શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચારમાંથી માત્ર 1 ટેસ્ટ રમશે. ત્યારબાદ તે પેટરનિટી લિવ પર જશે અને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે.

જ્યારે વિલિયમ્સન પણ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. તે પણ પેટરનીટી લિવ પર જવાનો છે. તેવામાં સ્મિથ વધુ મેચ રમવાનો હોવાથી તેની પાસે લીડને વધારવાનો ચાન્સ છે. જોકે, તે સતત ખરાબ રમે તો પોઈન્ટ્સના નુકસાન સાથે પ્રથમ સ્થાન ગુમાવી પણ શકે છે.

ટોપ 5 ટેસ્ટ બેટ્સમેન.

રેન્ક ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 911
2 વિરાટ કોહલી ભારત 886
2 કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 886
4 માર્નસ લબુશેન ઓસ્ટ્રેલિયા 827
5 બાબર આઝમ પાકિસ્તાન 797

 

ટોપ 5 ટેસ્ટ બોલર્સ.

રેન્ક ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 904
2 નીલ વેગનર ન્યૂઝીલેન્ડ 849
3 સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડ 845
4 ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ 817
5 કગીસો રબાડા સાઉથ આફ્રિકા 802

 

ટોપ 5 ટેસ્ટ ઓલરાઉન્ડર્સ.

રેન્ક ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 446
2 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ 434
3 રવિન્દ્ર જાડેજા ભારત 397
4 શાકિબ અલ હસન બાંગ્લાદેશ 366
5 મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 298
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments