જમૈકા ટેસ્ટમાં ભારતની મોટી જીત, વિન્ડિઝને 257 રને આપી માત

0
22

ભારતે જમૈકા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને 257 રનથી હરાવી બે મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી જીત મેળવી લીધી છે. આ શ્રેણીમાં જીત સાથે ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શાનદાર શરૂઆત કરી છે અને હવે તેના 120 પોઇન્ટ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં હનુમા વિહારી (111*) ની સદી અને કેપ્ટન વિરાટ કોહલી (76) અને ઇશાંત શર્મા (57) ની અડધી સદીને આભારી 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. બુમરાહની શાનદાર બોલિંગના આધારે ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમને પ્રથમ ઇનિંગ્સમાં 117 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

પ્રથમ ઇનિંગના આધારે ભારતે 299 રનની લીડ મેળવી હતી. ભારતે વેસ્ટ ઇન્ડીઝનું ફોલો ઓન ન કર્યું અને ફરી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 168 રન બનાવીને ઇનિંગ જાહેર કરી અને વેસ્ટ ઇન્ડીઝ સામે 468 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. લક્ષ્‍યનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ બીજી ઇનિંગમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ચોથા દિવસે ટીમ ઇન્ડિયા જીતી ગઈ હતી.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી શામારહ બ્રૂક્સે બીજી ઇનિંગમાં સૌથી વધુ 50 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન જેસન હોલ્ડરે 39 અને જર્મન બ્લેકવુડે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝને શ્રેણીમાં 2-0થી ક્લિન સ્વીપ કર્યું હતું.

બીજી ઇનિંગ્સમાં વિન્ડિઝ ટીમના ઓપનર બ્રૈથવેટ અને કેમ્પબેલ સસ્તામાં આઉટ થયા હતા. રોસ્ટન ચેઝ અને શિમરોન હેતમેયરે 100 રન પૂર્વે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન જેસન હોલ્ડરે (39) થોડો સંઘર્ષ કર્યો. પરંતુ જાડેજાએ તેને આઉટ કરીને વિન્ડિઝને ઓલઆઉટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here