ઉત્તર ગુજરાતમાં 10.62 લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર, મહેસાણામાં 96.75%, બનાસકાંઠામાં 99.02 ટકા અને સાબરકાંઠામાં 90.70% વિસ્તારમાં વાવણી થઇ

0
17

ઉત્તર ગુજરાતમાં આગામી 20 દિવસમાં શિયાળુ વાવણી પૂરી થશે. આ પહેલાં જ પાટણ અને અરવલ્લી જિલ્લામાં 100%થી વધુ વાવણી થઇ ચૂકી છે. બીજી બાજુ બનાસકાંઠામાં 99.02%, મહેસાણામાં 96.75% અને સાબરકાંઠામાં 90.70% વિસ્તારમાં વાવણી થઇ છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ પૂરું થતાં વાવણીની સિઝન પૂરી થશે. ઉ.ગુ.ની 10.71 લાખ પૈકી 10.62 લાખ હેક્ટરમાં વાવણી પૂરી થતાં સિઝનની 98.68% વાવણી પુરી થઇ છે.

અત્યાર સુધીની થયેલી વાવણીમાં ઘઉંનું 291535 હેક્ટરમાં, રાઇનું 191269 હેક્ટરમાં, ઘાસચારાનું 188414 હેક્ટરમાં, જીરાનું 110632 હેક્ટરમાં, બટાટાનું 105710 હેક્ટરમા, ચણાનું 64310 હેક્ટરમાં, તમાકુનું 27616 હેક્ટરમાં, શાકભાજીનું 25129 હેક્ટરમાં, વરિયાળીનું 15616 હેક્ટરમાં અને મકાઇનું 10366 હેક્ટરમાં વાવણી થઇ છે. બાકી રહેતી વાવણી માટે 20 દિવસનો સમય છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહના અંતે વાવણી સિઝન પુરી થશે. જેને લઇ બાકી રહેતાં સમયમાં બાકી રહેતાં ત્રણેય જિલ્લામાં 100 ટકા વાવણી થઇ જશે તેવો વિશ્વાસ કૃષિ વિભાગે વ્યક્ત કર્યો છે.

ગત વર્ષની સરખામણીએ વાવણી વધી
જિલ્લો 13/12/19 13/12/20 વધ-ઘટ
પાટણ 162398 183444 +21046
અરવલ્લી 113374 119479 +6105
બનાસકાંઠા 473433 481951 +8518
મહેસાણા 126855 164632 +37777
સાબરકાંઠા 106224 112663 +6439
કુલ 982394 1062169 +79775
(નોંધ: વાવણીના આંકડા હેક્ટરમાં)
98.68% વિસ્તારમાં વાવણી સંપન્ન
જિલ્લો અંદાજ વાવણી ટકાવારી
પાટણ 177825 183444 103.16%
અરવલ્લી 117477 119479 101.70%
બનાસકાંઠા 436714 481951 99.02%
મહેસાણા 170160 164632 96.75%
સાબરકાંઠા 124217 112663 90.70%
(નોંધ: વાવણીના આંકડા હેક્ટરમાં)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here