અમદાવાદ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહ ફરી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચ્યો, 47 માસ જેલમાં રહેવું પડશે

0
0

2013માં પૂરઝડપે બીએમડબલ્યુ હંકારી બાઈક પર જતા બે યુવકોનું મોત નીપજાવાના કેસમાં આરોપી વિસ્મય શાહને સુપ્રીમ કોર્ટે રાહત નહીં આપતા તેણે 47 મહિના જેલમાં સજા કાપવી પડશે. વિસ્મય શાહને 5 વર્ષની સજા કોર્ટે કરી હતી. જેમાંથી 13 મહિના જ તે જેલમાં રહ્યો છે. સુપ્રીમ કોર્ટે રાહત નહીં આપતા વિસ્મય શાહ તેના પરિવાર સાથે શુક્રવારે ગ્રામ્ય જિલ્લા કોર્ટ સમક્ષ હાજર થઈ શરણ થવાની અરજી કરી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે, વર્ષ 2015માં જેલ બીડુ ભરેલું છે. આથી જેલમાં હાજર થાવ. જો જેલ સત્તાવાળાઓ ના સ્વીકારે તો તમારી અરજી હાથ પર લેવામાં આવશે. કોર્ટના વલણથી વિસ્મય શાહ સાબરમતી જેલમાં ગયો હતો.

જેલમાં મોબાઇલ સાથે ઝડપાયો તો 2018માં દારૂ પીતા પકડાયો

આરોપી વિસ્મય સાબરમતી જેલમાં મોબાઇલ સાથે ઝડપાયો હતો. આ ગુના બદલ જેલ ઓથોરિટીએ આઇપીસી તથા જેલ મેન્યૂઅલ પ્રમાણે એકાંત વાસમાં રહેવાની સજા ફટકારી હતી. તેમજ 2018ની 31 ડિસેમ્બરે પણ વિસ્મય બાલાજી કુટિરમાં દારૂની તેના મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા ઝડપાયો હતો. આ કેસમાં કોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે જામીન આપ્યા હતા.

શું છે મામલો

24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જઈ રહેલા વિસ્મયે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યાર બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી. 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ-શિવમના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here