વડોદરા : નવા 123 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 9666 પર પહોંચ્યો, વધુ એકનું મોત, 108 રિકવર થયા

0
6

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 123 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 9666 ઉપર પહોંચ્યો છે અને વધઉ એકનું મોત થતા સત્તાવાર મૃત્યુઆંક 161 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 108 દર્દી રિકવર થયા અત્યાર સુધીમાં કુલ 8161 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1344 એક્ટિવ કેસ પૈકી 151 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1135 દર્દીની હાલત સ્થિર છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2305 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9666 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1582, પશ્ચિમ ઝોનમાં 1550, ઉત્તર ઝોનમાં 2305, દક્ષિણ ઝોનમાં 1894, વડોદરા ગ્રામ્યમાં 2299 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3351 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 3351 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3337 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 72,077 લોકો રેડ ઝોનમાં

વડોદરા શહેરમાં અત્યારે 20,436 ઘરમાં 72,077 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 34,508 ઘરમાં 1,14,581 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 39,843 ઘરમાં 1,47,272 લોકો યલો ઝોનમાં છે.