Thursday, August 5, 2021
Homeસુરત : નવા 133 કેસ સાથે પોઝિટિવનો આંકડો 3718 થયો, 6 મૃત્યુ...
Array

સુરત : નવા 133 કેસ સાથે પોઝિટિવનો આંકડો 3718 થયો, 6 મૃત્યુ સાથે મરણાંક 143 થયો

સુરત. શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનું સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સાંજે સાત વાગ્યા સુધીમાં આજે નવા 133 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. જેમાં શહેરમાં નવા 114 અને જિલ્લામાં 19 કેસ સાથે કુલ 3718 કેસ નોંધાયા છે. આજે જિલ્લામાં એક મોત સાથે શહેરના કુલ 5 મોત થઈને મૃત્યુઆંક 143 થયો છે. આદે કોરોનાને શહેરમાંથી 52 લોકોએ અને જિલ્લામાંથી 8 લોકોએ માત આપતાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2439 થઈ છે. જેમાં જિલ્લામાંથી 209 વ્યક્તિનો પણ સમાવેશ થાયે છે. કોરોનાના કહેરમાં સૌથી વધુ કતારગામ વિસ્તારમાં 41 નવા કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. રત્નકલાકારોમાં કોરોના સંક્રમણ વધતાં આજે બેઠક મળી હતી. જો કે નવા નિયમો સાથે હીરાના કારખાના શરૂ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સિવિલના ડોક્ટરને કોરોના

સિવિલની કોવિડ-19 હૉસ્પિટલના ક્રિટીકલ કેરના હેડ અને શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડૉ. સમીર ગામીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. કોરોના સંક્રમણ છેલ્લા ઘણા દિવસોથી તબીબોને પણ લાગી રહ્યું હોવાનું રોજે રોજ સામે આવી રહ્યું છે.

ડોક્ટર, સાડીનો દુકાનદાર, કરિયાણાવાળો, કેબલ ઓપરેટર કોરોના સંક્રમિત

કોરોના સંક્રમિતમાં  ખાનગી હોસ્પિટલના ડોકટર, મોટા વરાછાના સાડીનો દુકાનદાર, સગરામપુરાના જમીન દલાલ, કેબલ ઓપરેટર, એક અખબારનો કર્મચારી, પ્રાઇવેટ સ્કૂલના રિક્ષા ચાલક, બોમ્બે માર્કટનો વોચમેન, સુથાર, વેડરોડના કરીયાણાના દુકાનદાર અને  હીરાના કામ સાથે સંકળાયેલા 30થી વધુ વ્યકિતઓ કોરોનામાં સપડાયા હતા.

સિવિલમાંથી વધુ 6 દર્દીને હોમ આઇસોલેશન કરાયા

નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા પૈકી 6 દર્દીઓને તાવ કે અન્ય કોઇ તકલીફ ન હતી. જેથી ડોકટરે રવિવારે વધુ 6 દર્દીઓને સલાહ અને માર્ગદર્શન આપીને ઘરે સારવાર લેવા સાથે આઇસોલેશન કર્યા હતા.

સિવિલમાં સારવાર લેતા 263 દર્દી ગંભીર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામાં 137 વ્યક્તિઓના મોત થયા છે. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 484 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 263 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 14 વેન્ટિલેટર, 34 બાઈપેપ અને 215 દર્દીઓ ઓક્સિજન પર  છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments