સુરત : વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 5 મોત સાથે મૃત્યુઆંક 189 પર પહોંચ્યો

0
4

સુરત. કોરોના હોટ સ્પોટ બની રહેલા શહેરમાં સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. આજે પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ નવા 205 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 183 અને જિલ્લાના 22 મળીને કુલ ટોટલ 5260 કેસ થયા છે. જેમાં જિલ્લાના 547નો સમાવેશ થાય છે. આજે પાંચ મોત સાથે મૃત્યુઆંક 189 થયો છે. દેમાં શહેરના 173 અને જિલ્લાના 16 મૃતકોનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 136 અને જિલ્લામાંથી 11 લોકો કોરોનાને હરાવીને ઘરે પરત ફરતાં રિક્વરનો આંક 3245 થયો છે. જેમાં જિલ્લામાંથી 287 લોકોનો પણ સમાવેશ થાય છે.કતારગામમાં આજે પણ 60 કેસ આવતાં તંત્ર દ્વારા પગલાં ભરાતા હોવા છતાં આંકડો ઘટવાનું નામ લઈ રહ્યો નથી.

સિવિલ હોસ્પિટલમાં 293 દર્દીઓ ગંભીર

સિવિલ હોસ્પિટલમા દાખલ કોરોનાના દર્દીઓ પૈકી 293 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાંથી 16 દર્દીઓ વેન્ટીલેટર પર, 34 દર્દીઓ બાઈપેપ પર અને 243 દર્દી ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. જ્યારે 102 દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ છે.

સિવિલના તબીબ સહિત વધુ ત્રણ તબીબ સંક્રમિત

કતારગામ વિસ્તારમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને લંબેહનુમાન રોડ પર ક્લિનિક ચલાવતા તબીબ પણ સંક્રમિત થયા છે. જ્યારે કતારગામ વિસ્તારમાં જ રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા અન્ય એક તબીબ પણ સંક્રમિત થયા છે. સોમવારે ત્રણેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બેંક કર્મચારી, ગેસ કંપનીના કર્મચારી તેમજ ફાયનાન્સ કંપનીના કર્મચારી સંક્રમિત

વરાછા વિસ્તારમાં રહેતા અને ઉધનાની બેંકમાં ફરજ બજાવતા એક બેંક કર્મચારી પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા અને રીંગરોડની એચડીએફસી બેંકમાં ફરજ બજાવતા કર્મચારીને પણ ચેપ લાગ્યો છે. રાંદેર વિસ્તારમાં જ રહેતા અને ગુજરાત ગેસ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીને પણ ચેપ લાગ્યો છે. જ્યારે રાંદેર વિસ્તારમાં જ રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા કર્મચારી પણ સંક્રમિત થયા છે.

વકિલ, આરટીઓ એજન્ટ અને સમાજસેવકને પણ ચેપ લાગ્યો

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા એક વકિલ પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ રહેતા આરટીઓ એજન્ટને પણ ચેપ લાગ્યો છે. જ્યારે વરાછા વિસ્તારમાં રહેતા એક સમાજ સેવક પણ સંક્રમિત થયા છે.

ગેમ ઝોનના મેનેજર, ફાયર એક્ઝિક્યુટીવ અને શિક્ષક પણ સંક્રમિત

રાંદેર વિસ્તારમાં રહેતા અને વેસુ વિસ્તારમાં ગેમ ઝોનના મેનેજરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા અને ભટારની આઈ.જી.દેસાઈ સ્કુલના ટીચર પણ સંક્રમિત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને હજીરામાં ફાયર એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા કર્મચારી પણ સંક્રમિત થયા છે.