કોરોના : ગુજરાત : 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા : જયંતિ રવિ

0
7
  • 4 વેન્ટિલેટર પર, 461ની હાલત સ્થિર અને 47 દર્જી સાજા થયા
  • અત્યારસુધીમાં 13257 ટેસ્ટ, 12446 નેગેટિવ, 273 ટેસ્ટ પેન્ડિંગ

Corona Gujarat LIVE 20 district of states affected from corona virus

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે. બે દર્દીના મોત થતાં કુલ મૃત્યાંક 26 થયો છે. જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ, 1945 નેગેટિવ આવ્યા છે. જ્યારે 273 ટેસ્ટ પેન્ડિંગ છે.

આજથી માસ્ક ફરજિયાત

આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

39 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 282 દર્દી, અત્યાર સુધીમાં 12ના મોત

અમદાવાદના નવા 39 કેસ મોટેરા, રાયખડ, ઓઢવ, નરોડા મણિનગર,  જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 282 કોરોનાના દર્દી થઈ ગયા છે અને મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે.

રાજ્યમાં 538 પોઝિટિવ કેસ, 27 મોત અને 47 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 295 13 11
વડોદરા 102 03 07
સુરત 33 04 07
ભાવનગર 23 02 04
રાજકોટ 18 00 07
ગાંધીનગર 15 01 07
પાટણ 14 01 00
આણંદ 09 00 00
ભરૂચ 08 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 02 00 00
બનાસકાંઠા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ  538 26 47

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here