સુરત : નવા 295 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 10 હજાર નજીક, 10 મોત સાથે મૃત્યુઆંક 426

0
0

સુરત. શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે નવા 295 કેસ નોંધાયા છે. જેથી કોરોના દર્દીઓની કુલ સંખ્યા 9996 પર પહોંચી છે. શહેરમાં આજે 203 અને જિલ્લાના 92 જિલ્લામાંથી નોંધાયા છે. આજે કુલ 10 મોત સામે આવ્યાં છે. જેથી મૃતકોની સંખ્યા 426 થઈ છએ. જેમાંથી શહેરના 369 અને જિલ્લાના 57 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 198 દર્દીઓ અને જિલ્લામાંથી 78 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાતા ઘરે મોકલવામાં આવ્યાં છે. જેથી કુલ 6391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેમાંથી જિલ્લાના 945નો સમાવેશ થાય છે.કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરનાર એકતા ટ્રસ્ટના એક સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ટ્રાફિક પોલીસ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિત અનેક સંક્રમિત થયા
નવા નોંધાયેલા કેસમાં 5 ડોક્ટર, 10 રત્નકલાકાર, 16  ટેક્સટાઇલ કર્મીઓ સહિત અનેક કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. SMCના કતારગામ ઝોનના લેબ ટેક્નિશિયન, SMCના સિવિલ એન્જિનિયર, રાંદેર ઝોનના ડેપ્યુટી ઓડિટર, લીંબાયત ઝોનના ક્લાર્ક, રાંદેર ઝોનના ડોક્ટર, જ્વેલરી શોપમાં કામ કરનાર, કતારગામમાં રહેતા સ્મીમેરના અને DGVCLના કર્મી, ફોટોગ્રાફર, કેટરર અને કિરણ હોસ્પિટલના કર્મચારી સંક્રમિત થયા હતા. બહુમાળીના ટાઈપીસ્ટ, ઓટો સ્પેરપાર્ટની દુકાન ચલાવનાર, એપલ હોસ્પિટલના ડોક્ટર, કિરણ હોસ્પિટલના વોચમેન, BAPS હોસ્પિટલના હાઉસ કિપિંગ સ્ટાફ, રિલાયન્સ કર્મચારી, સ્મિમેરની સ્ટાફ નર્સ, શાકભાજી વેચનાર, ટ્રાફિક પોલીસ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિત અનેક સંક્રમિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here