વડોદરા : વધુ 34 પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 1152 થઇ, 34 દર્દીને ડિસ્ચાર્જ કરાતા 701 દર્દી સાજા થયા

0
0

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 34 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંક વધીને 1152 ઉપર પહોંચી ગયો છે. સત્તાવાર મૃત્યુઆંક 45 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક 701 ઉપર પહોંચી ગયો છે. અત્યારે 406 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 33 ઓક્સિજન ઉપર અને 17 વેન્ટીલેટર પર છે. જ્યારે 356 દર્દી સ્ટેબલ છે.

140 સેમ્પલમાંથી 34 દર્દીના રિપોર્ટ પોઝિટિવ, 106 નેગેટિવ આવ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 140 સેમ્પલમાંથી 34 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 106 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે નોંધાયેલા કેસોમાં વડોદરા શહેરના બરાનપુરા, વાઘોડિયા રોડ, મદનઝાપા, હરણી રોડ, આજવા રોડ, શિયાબાગ, દાંડિયા બજાર, માંડવી, અકોટા, ગોરવા પથ્થરગેટ, ગેંડીગેટ, યાકુતપુરા, ઓ.પી.રોડ અને વારસીયા વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે એક કેસ ડેસરમાં નોંધાયો છે અને એક કેસ સુરતથી આવેલા વ્યક્તિમાં મળી આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં વધુ 3 પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 47 થઇ

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભરૂચની જંબુસર ચોકડી પાસે એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્રણેય દર્દીઓને અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો રાણીપુરા ગામમાં દોડી ગઇ છે અને સેનેટાઈઝની કામગીરી શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 47 ઉપર પહોંચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here