વડોદરા : નવા 92 કેસ નોંધાતા કેસનો આંક 4194 પર પહોંચ્યો, બેના મોત.

0
0

વડોદરા. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનામાં સજા ભોગવતા 18 કેદી સહિત નવા 92 કોરોના સંક્રમિત થયા છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 4194 પર પહોંચી ગયો છે. આજે વધુ બે દર્દીના મોત થયા છે. આ સાથે આજે વધુ 30 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3263 દર્દી રિકવર થયા છે. વધુ 3 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 77 થયો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં વધુ 22 કેસ નોંધાતા આંક 800ને પાર કરી ગયો છે.

કોરોનાની સારવારમાં વધુ બે દર્દી ના મોત

  • જુના પાદરા રોડ પર રહેતા 56 વર્ષના દર્દીનું મોત
  • ભરૂચના 58 વર્ષના દર્દીનું મોત

આ વિસ્તારમાં કેસ નોંધાયા

સિટીઃ માજંલપુર, વાધોડીયા રોડ, ગોરવા, આજવા રોડ, પથ્થરગેટ, કારેલીબાગ, વારસીયા, અકોટા, દંતેશ્વર, છાણી, સમા, ફતેગજં , ગોત્રી રોડ, તરસાલી, રીફાઇનરી રોડ, તાંદલજા, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ, સુભાનપુરા, રાવપુરા, કલાલી, અટલાદરા

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, અંકોડીયા, રણોલી, ઉંડેરા

185 દર્દીની હાલત ગંભીર

વડોદરામાં અત્યારે કુલ 854 એક્ટિવ કેસ છે, જે પૈકી 142 ઓક્સિજન ઉપર અને 43 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 669 દર્દીની હાલત સ્થિર છે અને આજે વધુ 3 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 77 થયો છે.

17 પાકા કામના કેદી સહિત 18 કેદી કોરોના સંક્રમિત

વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનામાં સજા ભોગવતા 17 પાકા કામના કેદી સહિત 18 કેદી કોરોના સંક્રમિત થયા છે. જેથી તમામને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયેલા તમામ કેદીની ઉંમર 60ની ઉપર છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ 800ને પાર

ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાઈરસના 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 800ને પાર કરી ગયો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 813 પર પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here