કેળાની છાલની મદદથી ગેરંટી સાથે ઘટશે તમારું વજન, માત્ર કરો આટલું

0
19

આજકાલ લોકો કેળા એટલા માટે નથી ખાતા કારણ કે એમાં વજન વધવાની શક્યતા રહે છે. એમ પણ કેળા હાઇ પ્રોટીન ડાયટ છે અને એનું દૂધ સાથે સેવન કરવાથી વજન વધે છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલનું સેવન વજન વધારવાની જગ્યાએ ઘટાડવામાં મદદ કરી શકે છે.

  • કેળાની છાલથી પણ ઘટશે તમારું વજન
  • વેટ લૉસ ડાયટમાં કેળાની છાલને કરો સામેલ
  • કેળાની છાલ પાચન ક્રિયાને મજબૂત કરે છે

ઑસ્ટ્રેલિયાની એક ન્યૂટ્રિશનિસ્ટે દાવો કર્યો છે કે કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પોષક તત્વો હોય છે અને એનાથી વજન ઓછું કરી શકાય છે. એનું કહેવું છે કે કેળાની છાલને ફેંકવાની જગ્યાએ એને વેટ લૉસ ડાયટમાં સામેલ કરવો ખરાબ વિચાર નથી.

ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે પીળા કેળાની છાલમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એનો ઉપયોગ કરીને મેટાબૉલિઝ્મને મજબૂત કરવામાં આવે છે. બીજી બાજુ લીલા કેળાની છાલમાં એમિનો એસિડ ટ્રાઇપ્ટોફોન હોય છે જે તમારી પાચનક્રિયાને મજબૂત કરે છે અને ખાવાને પૂરી રીતે પચાવવામાં કારગર હોય છે. એટલે કે જો તમે જમ્યા બાદ કેળાની છાલને કોઇ પણ રીતે ખાવ છો તો તમારું ખાવાનું પૂરી રીતે પચી જશે.

કેળાની છાલની અંદર વિટામીન બી6 અને વિટામન સી હોય છે. આટલું જ નહીં એમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેેવા મિનરલ્સ પણ હોય છે.

હવે વાત કરીએ એને ખવાય કેવી રીતે
ચ્કેળાની જેમ ચાવી ચાવીને તો ખાઇ ના શકીએ…તો અમે તમને બીજી એક રીત જણાવીએ છીએ તમે કેળાની છાલને મિક્સરમાં ક્રશ કરો અને સ્મૂધી બનાવી લો. તમે ઇચ્છો તો કેળાની છાલને બેક કરીને અને ગ્રિલ કરીને પણ ખાઇ શકો છો. ગામડામાં તો કેળાની છાલનું સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવે છે. તમે આમાંથી કંઇ પણ ટ્રાઇ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here