વડોદરા : વધુ 47 પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 2134 ઉપર પહોંચી,

0
4

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2134 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1483 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 601 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 119 દર્દી ઓક્સિજન ઉપર અને 24 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે કારેલીબાગ, ફતેપુરા, શિયાબાગ, જ્યુબિલીબાગ, તાંદલજા, રાવપુરા, રાણાવાસ, તરસાલી, મકરપુરા, ગાજરાવાડી, અકોટા, પ્રતાપનગર, વાઘોડિયા રોડ, અલકાપુરી, માણેજા, હરણી, માંજલપુર અને VIP રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા અને ડભોઇમાં કોરોનાના કેસો નોંધાયા છે.

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન પાદરાના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જેમના સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભરૂચમાં વધુ 8 કેસ, એક દર્દીનું મોત
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 203 ઉપર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 10 થયો છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં આજે વધુ 7 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી છે. સ્પેશ્યિલ કોવિડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાંથી આજે 7 દર્દીઓને રજા આપવામાં આવી હતી.