650 કરોડ રૂપિયાનું રોકાણ કરીને કંપની હાઇ-એન્ડ બાઇક્સ માટે નવો પ્લાન્ટ લગાવી રહી છે : અઢી હજાર લોકોને રોજગાર મળશે.

0
0

બજાજ ઓટોને અપેક્ષા છે કે અન્ય બાઇક્સ કરતાં હાઇ-એન્ડ બાઇક્સનું વેચાણ ઝડપથી વધશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, બજાજે ચાકનમાં તેના કરન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પાસે એક નવા પ્લાન્ટમાં 650 કરોડ રૂપિયાનું રોકાણ કઆ સંભવિત વૃદ્ધિનો લાભ ઉઠાવવા માટે ક્ષમતા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

પૂણે સ્થિત ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદકે આ અઠવાડિયાંની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકાર સાથે સુપર પ્રીમિયમ એન્ડ બાઇક્સ જેવી કે KTM, હસ્કવર્ના અને ટ્રાયમ્ફ સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) માટે એક નવો પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યો હતો, જેમાં 650 કરોડ રૂપિયાનું રોકાણ સૂચિત છે.

KTMમાં બજાજ ઓટોની 48% ભાગીદારી

  • ઓસ્ટ્રિયાઈ પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇક બ્રાંડ KTMમાં બજાજ ઓટોનો ​48% ભાગ છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશમાં KTM ગ્રુપનો ભાગ હતો.
  • જાન્યુઆરીમાં પૂણે સ્થિત ઓટોમોબાઇલ કંપનીએ મધ્યમ-ક્ષમતાવાળી બાઇકના નિર્માણ માટે બ્રિટિશ આઇકોનિક મોટરસાયકલ ઉત્પાદક ટ્રાયમ્ફ સાથે દેશમાં તેની નોન-ઇક્વિટી વૈશ્વિક ભાગીદારીની fઔપચારિક શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.
  • શર્માના જણાવ્યા મુજબ, જ્યારે વિદેશમાં બજાજ ઓટોની કુલ બાઇક્સનાં વેચાણમાં ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં 21%નો ઘટાડો થયો હતો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન KTM અને ડોમિનારના વેચાણ સહિત પ્રીમિયમ એન્ડ મોટરસાયકલ વેચાણ 24% વધ્યું હતું.
  • નવા પ્લાન્ટ ચાકનમાં તેના કરન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી માત્ર ચાર કિલોમીટર દૂર સ્થિત હશે. તે 19૦ એકર જમીનમાં ફેલાશે અને 650 કરોડ રૂપિયાનું રોકાણ મુખ્યત્ત્વે બિલ્ડિંગ, પ્લાન્ટ અને મશીનરીમાં જેવા અન્ય કામોમાં જશે.

નવા પ્લાન્ટની કેપેસિટી વર્ષ દીઠ 10 લાખ યૂનિટ હશે

  • નવો પ્લાન્ટ જ્યારે સંપૂર્ણ રીતે ચાલુ થઈ જશે, તેની દર વર્ષે કુલ 1 મિલિયન (10 લાખ) યૂનિટની ક્ષમતા હશે. કરન્ટ ચાકન પ્લાન્ટની કેપેસિટી દર વર્ષે 1.20 મિલિયન (12 લાખ) બાઇક્સની છે. તેમણે જણાવ્યું કે, નવા પ્લાન્ટમાં 50 સમર્પિત વિક્રેતાઓ સાથે સીધી અને આડકતરી રીતે આશરે 2,500 જેટલી રોજગારી ઊભી થશે.
  • શર્માએ જણાવ્યું કે, ભારતમાં એકંદરે મોટરસાયકલ બજાર હાલના તબક્કે સારું નથી અને નાણાકીય વર્ષ 2૦20-2021માં વેચાણ નાણાકીય વર્ષ 2013-14ના સ્તરે પહોંચીને સમાપ્ત થઈ શકે છે.
  • ટ્રાયમ્ફ સાથે બજાજના જોડાણ અંગે તેમણે કહ્યું કે, બંને ભાગીદારો યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે કારણ કે, રોગચાળાને કારણે પ્રોજેક્ટ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ મહામારીને કારણે પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું કે, અમે જોઈ શકીએ કે થોડો વિલંબ થયો છે. પરંતુ અમે તેને ઘટાડવાનો પ્રયત્ન કરીશું.

પહેલી બજાજ-ટ્રાયમ્ફ બાઇક 2022માં આવશે

ટ્રાયમ્ફ બાઇકના ચીફ કોમર્શિયલ ઓફિસર પોલ સ્ટ્રાઉડે આ વર્ષે જાન્યુઆરીમાં સહયોગની ઘોષણા કરતા કહ્યું હતું કે, પહેલી બજાજ-ટ્રાયમ્ફ બાઇક 2022થી ઉપલબ્ધ થશે, 200cc બાઇક માટે પ્રારંભિક કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here