કોરોના સામેની લડતમાં બંને સાથે : ભારતને 8 ઓક્સિજન જનરેટર અને વેન્ટિલેટર આપશે ફ્રાન્સ,

0
0

અત્યારે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. ચીન, સાઉદી અરેબિયા, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. હવે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ પણ લંબાવ્યો છે. ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની આ લડાઇમાં ભારતને જલદી રાહત પહોંચાડવા માટે મદદ કરશે.

ફ્રાન્સ ભારતને 8 ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર આપશે, આ ઉપરાંત 2000 દર્દી માટે 5 દિવસનો લિક્વિડ ઓક્સિજન પણ મોકલશે. આ સાથે જ ફ્રાન્સ 28 વેન્ટિલેટર અને ICUનાં સાધનો પણ ભારતને આપશે. ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુએલ લૈનેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.

લૈનેને કહ્યું- બંને દેશો વચ્ચે એકતા મિશન સપ્તાહના અંતમાં શરૂ કરવામાં આવશે
લૈનેને પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ લૈનેન દ્વારા મોટા પાયે શરૂ કરાયેલું આ એકતા મિશન દ્વારા ભારત અને યુરોપિયન સંઘની ફ્રેન્ચ કંપનીઓનું સમર્થન મળ્યું છે. આ મિશન સપ્તાહના અંતમાં શરૂ કરવામાં આવશે. હવાઇ અને સમુદ્ર માર્ગ દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે.

આ જનરેટરની મદદથી હોસ્પિટલો જાતે જ ઉત્પાદન કરી શકે છે ઓક્સિજન
જે 8 ઑક્સિજન જનરેટર મોકલવામાં આવશે એને ફ્રાન્સની SME દ્વારા બનાવવામાં આવેલાં છે. આગામી દસ વર્ષ સુધી હોસ્પિટલો સ્વયં જ આ જનરેટરની મદદથી જાતે ઓક્સિજનનું ઉત્પાદન કરી શકશે. આ જનરેટર હવામાંથી મેડિકલ ઓક્સિજન બનાવી શકે છે. દરેક જનરેટર હોસ્પિટલનાં 250 બેડ પર સતત ઓક્સિજન સપ્લાઇ કરી શકે છે. તે એકસાથે 15 કોરોનાના ગંભીર દર્દીઓ, 30 ICUના દર્દીઓ અને 150 ઓક્સિજન જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન પહોંચાડવામાં સક્ષમ છે.

આ ઓક્સિજન જનરેટરની મદદથી ઓક્સિજન-સિલિન્ડર, લિક્વિડ ઓક્સિજન કન્ટેનર પણ ભરી શકાય છે. પ્રથમ શિપમેન્ટમાં 5 જનરેટર મોકલવામાં આવશે. આ દરરોજ 10 હજાર દર્દીને ઓક્સિજન પૂરો પાડવામાં મદદ કરી શકે છે. આ સાથે જ વિશેષ મેડિકલ ઉપકરણો, 28 વેન્ટિલેટર અને 200 ઇલેક્ટ્રિક સિરિંજ પમ્પ મોકલવામાં આવશે. આ પહેલાં રવિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમારી સરકાર ભારતને કોરોના સામેની લડતમાં મદદ કરવાની યોજના તૈયાર કરી રહી છે.

ઘણા દેશો ભારતને મદદ કરવા આગળ આવ્યા
ફ્રાન્સ ઉપરાંત ઘણા દેશો ભારતની મદદ કરવા માટે આગળ આવ્યા છે, જેમાં અમેરિકા, સાઉદી અરેબિયા, ચીન, ઈરાન, રશિયા, બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે. સોમવારે યુએસએથી 318 ઓક્સિજન કન્સન્ટ્રેટર દિલ્હી એરપોર્ટ પહોંચ્યાં હતાં. આ પહેલાં અમેરિકાએ વેક્સિનના કાચા માલ પરનો પ્રતિબંધ હટાવતાં તાત્કાલિક ભારતને કાચો માલ સપ્લાઇ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે રવિવારે સાઉદી અરેબિયાના દમામ બંદરથી 4 ક્રાયોજેનિક ટેન્કમાં 80 ટન ઓક્સિજન ભારત આવવા માટે રવાના થયું છે. આ તરફ ચીન પણ ભારતને ગંભીર પરિસ્થિતિ પર મદદ કરવા આગળ આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જો ભારત તેની વિશેષ જરૂરિયાતો જણાવે, તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ.

PM કેર્સ ફંડમાં 50 હજાર ડોલર આપશે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સ
એ જ રીતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે પણ PM કેર્સ ફંડમાં 50 હજાર ડોલર આપવાની જાહેરાત કરી છે. પેટ હાલમાં ભારતમાં છે અને ક્રિકેટ રમી રહ્યા છે. તે IPLમાં KKR ટીમનો ખેલાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here