Friday, April 19, 2024
Homeશિલ્પા શેટ્ટી સિવાય તેનો પૂરો પરિવાર કોરોના પોઝિટિવ
Array

શિલ્પા શેટ્ટી સિવાય તેનો પૂરો પરિવાર કોરોના પોઝિટિવ

- Advertisement -

શિલ્પા શેટ્ટીનો સંપૂર્ણ પરિવાર કોરોનાના સપાટામાં આવી ગયો છે. જેમાં તેની એક વરસની પુત્રી સમીશા, આઠ વરસનો પુત્ર વિયાન, પતિ રાજકુંદ્રા, માતા અને સાસુ-સસરા કોવિડ પોઝિટિવ આવ્યા છે. જોકે અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ તેમનો પરિવાર ડોકટરની સલાહ અનુસાર ઘરમાં જ આઇસોલેટ થયો છે.

શિલ્પાએ પરિવારના દરેકના રિપોર્ટ આવ્યા પછી સોશિલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકો અને નજીકના સંબંધીઓને જાણકારી આપી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે, મારા પરિવાર માટે છેલ્લા દસ દિવસ બહુ જ મુશ્કેલ ભર્યા રહ્યા. મારા સાસુ-સસરા, સમીશા, વિયાન, રાજ અને મારી માતા સઘળા જ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દરેક વ્યક્તિ ડોકટરની ગાઇડલાઇનનું પાલન કરીને પોત-પોતાના રૂમમાં આઇસોલેટ થયા છે અને ડોકટરની સલાહ લઇ રહ્યા છે.

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘરના બે ઇન હાઉસ સ્ટાફ પણ પોઝિટિવ આવ્યા છે. તેમને મેડિકલ સુવિધા આપવામાં આવી છે. ભગવાન કૃપાથી દરેક વ્યક્તિની તબિયત સુધારા પર છે. મારી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી છે. પ્રોટોકોલના અનુસાર દરેક સેફ્ટી મેજર ફોલો કરવામાં આવ્યા છે. અમે બીએમસી અને ઓથોરિટીના આભારી છીએ જેમણે અમને ઘણી મદદ કરી છે.

અભિનેત્રીએ પ્રશંસકોના પ્રેમ અને સપોર્ટ માટે આભાર માન્યો છે. તેમજ તેમને માસ્ક પહેરવાની સલાહ આપીને સુરક્ષિત રહેવાનું કહ્યું છે. તેમજ માનસિક રીતે પોઝિટિવ રહેવાની પણ સલાહ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular