બદલાતું વલણ : સોનાના ભાવમાં ઝડપી તેજી આવતા હીરાના ગ્રાહકો હવે ગોલ્ડ જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે

0
0

હીરા હૈ સદા કે લિયે- ખૂબ પ્રખ્યાત ટેગ લાઇન હવે નબળી પડી રહી છે. વલણો સૂચવે છે કે સોનાના વધતા ભાવોએ હીરાના ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. એટલે કે હવે લોકો હીરાને બદલે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આનાં બે કારણો છે. એક, સોનાએ હાલમાં ખૂબ જ સારું વળતર આપ્યું છે અને તેનો અવકાશ હજી પણ બાકી છે. જ્યારે હીરાનું રિસેલ વેલ્યુ નથી.

હવે ગ્રાહકો હીરાને બદલે સોનાની ખરીદી કરી રહ્યા છે
ટાઇટનના CFO સુબ્રમણિયન કહે છે કે, સોનાની તુલનામાં હીરા હવે તેની ચમક ગુમાવી રહ્યા છે. સોનાના વધતા ભાવને કારણે ટાઇટનની ગોલ્ડ જ્વેલરી માંગમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. ડાયમંડ અત્યારે સ્ત્રીઓની પસંદ નથી. અમારા મોટાભાગના ગ્રાહકો જે પહેલાં ડાયમંડની માગ કરતા હતા હવે તેઓ સોનાના ઘરેણા ખરીદે છે. સોનાની રિસેલ વેલ્યુના કારણે લોકો વધુ સોનું ખરીદી રહ્યા છે. સોનું અત્યારે સેફ એસેટ છે

શેર બજાર, ડેટ માર્કેટ આ સમયે ઓછુ વળતર આપશે
સુબ્રમણિયન કહે છે કે જો તમે શેરબજાર તરફ નજર નાખો તો તે પણ તેજીમાં છે. લોકો ત્યાંથી નીકળી રહ્યા છે. ડેટ બજારમાં વ્યાજ દર ખૂબ ઓછા વળતર આપી રહ્યા છે. આ રીતે, સોનાને સલામત એસેટ તરીકે જોવામાં આવે છે. તે આ સમયે રોકાણોનું પસંદગીનું માધ્યમ છે. તેઓ કહે છે કે કંપનીએ ગત વર્ષ કરતા ઓગસ્ટમાં અત્યાર સુધીમાં વધુ વેચાણ કર્યું છે. ટાઇટન તનિષ્ક બ્રાન્ડ હેઠળ જ્વેલરી વેચે છે. બ્રાન્ડની આવકમાં જ્વેલરીનો 83% હિસ્સો છે.

આ વર્ષે સોનાના ભાવ 40% વધ્યા
તેઓ કહે છે કે સોનાના ઘરેણા ઉપરાંત સોનાના સિક્કાઓની માગ વધી છે. જાન્યુઆરી 2020થી સોનાના ભાવ 40%થી વધુ વધ્યા છે. તેનું કારણ સોનાના વૈશ્વિક દરોમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો છે. એવી અપેક્ષા પણ છે કે RBI અને સરકાર અર્થવ્યવસ્થાને વેગ આપવાનું ચાલુ રાખશે, જેના કારણે સોનાના ભાવમાં વધારો થશે. ઓગસ્ટના રોજ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ દીઠ રૂ. 56,191 જ્યારે 19 ઓગસ્ટે તે દસ ગ્રામ દીઠ રૂ. 55,360 હતા.

સોનાના ભાવમાં સતત વધારો થઈ શકે છે
જ્વેલરી માર્કેટે આગાહી કરી છે કે સોનાના ભાવમાં સતત વધારો થશે. આ સાથે ટાઇટન ચાલુ નાણાકીય વર્ષમાં 20-30 નવા રિટેલ સ્ટોર્સ ખોલશે. ખર્ચ ઘટાડવા માટે કંપનીએ તેના જાહેરાત ખર્ચમાં ભારે ઘટાડો કર્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂન દરમિયાન તેમાં 86%નો ઘટાડો થયો છે. તે બીજા ક્વાર્ટરમાં પણ ઘટવાનું ચાલુ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here