Monday, October 18, 2021
Homeશેરબજારમાં ખુલતાની સાથે જ તેજી, નિફ્ટી 10,792ની સપાટી પાર
Array

શેરબજારમાં ખુલતાની સાથે જ તેજી, નિફ્ટી 10,792ની સપાટી પાર

સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 169 પોઇન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.56 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે જ્યારે બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.47 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે તેલ અને ગેસ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1 ટકાનો ઉછાળો નોંધાવી રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ સેન્સેક્સ 188 પોઈન્ટ એટલે કે 0.52 ટકાના વધારા સાથે 36,659.96ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી લગભગ 53 પોઇન્ટ એટલે કે 0.49 ટકાના વધારા સાથે 10,792ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.

શુક્રવારે, સપ્તાહના અંતિમ કારોબારના દિવસે, બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 76 અંક સાથે 36,547 પર ખુલ્યા હતા, જ્યારે એનએઈનો નિફ્ટી પણ ગ્રીન ઝોન સાથે કારોબાર શરૂ કર્યો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 195.90 પોઇન્ટ વધીને 36,667.58ના સ્તરે હતો, જ્યારે નિફ્ટી 56 પોઇન્ટના વધારા સાથે 10796 પર હતો. નિફ્ટી ટોપ ગેઇનર્સમાં ઈન્ફ્રાટેલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી અને એચડીએફસીનો સમાવેશ થાય છે જ્યારે ટોપ લૂઝર વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસીસ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments