Friday, August 6, 2021
Homeસેલ : 30 મિનિટમાં જ ‘ગેલેક્સી ફોલ્ડ’ના તમામ યુનિટ્સ વેચાઈ ગયા, ફોનની...
Array

સેલ : 30 મિનિટમાં જ ‘ગેલેક્સી ફોલ્ડ’ના તમામ યુનિટ્સ વેચાઈ ગયા, ફોનની ડિલિવરી 20 ઓક્ટોબરે કરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ દેશનાં પ્રથમ ફોલ્ડેબલ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી ફોલ્ડની પ્રિ-બુકિંગ શુક્રવારથી શરૂ કરવામાં આવી છે. તેને સેમસંગ ઇન્ડિયા ઈ-શોપ અને ઓનલાઇન સ્ટોર પરથી બુક કારવાઈ શકાય છે. શુક્રવારે બુકીંગ શરૂ થતાં જ માત્ર 30 મિનિટમાં ફોનના તમામ 1600 યુનિટ્સ વેચાઈ ગયા હતા. આ સ્માર્ટફોનને કંપનીએ 1 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ કર્યો હતો.

આ ફોનને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12 GB રેમ અને 512 GB સ્ટોરેજવાળા સ્માર્ટફોનની કિંમત 1,64,999 રૂપિયા છે.

ગેલેક્સી ફોલ્ડ સાથે કેટલીક એક્સક્લૂસિવ કસ્ટમર કેર સુવિધાઓ પણ મળી રહી છે. તેમાં ‘વન-ઓન-વન એક્સેસ ટૂ સેમસંગ એક્સપર્ટ’, ‘24×7 હબ ઓનલાઇન’ અને ‘ઓવર ધ ફોન સપોર્ટ’ સામેલ છે.

‘ગેલેક્સી ફોલ્ડ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 7.3 ઇંચ (પ્રાઈમરી), 4.6 ઇંચ (સેકન્ડરી)
રિઝોલ્યુશન 1536×2152 પિક્સલ
પ્રોસેસર 7nm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા-કોર વિથ એડ્રિનો 640 gpu
ફ્રન્ટ કેમેરા 10 MP
રિઅર કેમેર 16 MP + 12 MP + 12 MP
રેમ 12GB
સ્ટોરેજ 512GB
OS એન્ડ્રોઇડ પાઇ
બેટરી 4,380mAh
વજન 263 ગ્રામ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments