સુરત : લગ્ન ના 6 માસમાં જ સાસરિયાંઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત.

0
0

સુરત શહેરના પાંડેસરામાં રહેતી પરિણીતાએ લગ્નના 6 માસમાં જ સાસરિયાંના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિણીતાના ભાઈએ બનેવી સહિત સાસરિયાંના 6 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ઘટના શું હતી?

પાંડેસરા વિસ્તારમાં રહેતા આશિષ બલ્લુ ગુપ્તા પરિવાર સાથે રહે છે. 6 મહિના પહેલા ખુશ્બુ નામની મહિલા સાથે તેના લગ્ન થયા હતા. દરમિયાન સાસરિયાંઓએ દહેજમાં 50 હજાર રૂપિયાની માંગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી કંટાળેલી ખુશ્બુએ ગત બે ડિસેમ્બરના રોજ ઘરના આગળના રૂમમાં છતના પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા

પરિણીતાના આપઘાતને લઈને તેના ભાઈએ આરોપી બનેવી આશિષ, સસરા અવધેષ, સાસુ સેમિયા, નણંદ મોની, દિયર રાજેશ, સંદિપ વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. પરિણીતાને ભાઈએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, જૂન 2020થી દહેજ માટે ત્રાસ આપતા હતા. આ સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. જેથી આ આકરું પગલું ભરી લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here