એક જ અઠવાડિયામાં અમિત શાહે આપી કોરોનાને મ્હાત, રીપોર્ટ આવ્યો નેગેટિવ

0
8

દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. મનોજ તિવારીએ ટ્વીટ કર્યું હતું કે, અમિત શાહની કોરોના રીપોર્ટ નેગેટિવ આવી છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓગષ્ટના રોજ અમિત શાહનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 55 વર્ષિય શાહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.

અમિત શાહે કરી હતી આ વિનંતી

તેમણે કહ્યું હતું કે, કોરોનાના શરૂઆત લક્ષણ દેખાવવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પણ પોઝિટિવ આવી છે. મારી તબિયત બરાબર છે, પરંતુ ડૉક્ટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છે. મારી વિનંતી છે કે, તમારામાંથી જેઓ થોડા દિવસોમાં મારી નજીર આવ્યા છે , તેઓ મહેરબાની કરીને આઈસોલેટ થઈ જાય અને પોતાની કોરોના રીપોર્ટ કરાવો.

ઘણા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને લાગ્યો છે ચેપ

કેન્દ્રીય પ્રધાનો અર્જુનરામ મેઘવાલ અને કૈલાશ ચૌધરી પણ કોરોના પોઝીટીવ છે. તેમનો રિપોર્ટ 8 ઓગસ્ટે પોઝીટીવ આવ્યો છે. તેઓ ભારે ઉદ્યોગ અને સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન છે. તેમણે ખુદ ટ્વિટ કરીને પણ તેની જાણકારી આપી હતી. જો કે, બંને બરાબર છે. જ્યારે, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના સીએમ બીએસ યેદુરપ્પાને પણ કોરોના ચેપ લાગ્યો હતો. તેમની તબિયત પણ સારી છે. રાજ્યોના ઘણા પ્રધાનો પણ કોરોનાથી સંક્રમિત છે. ઉત્તર પ્રદેશના મંત્રી કમલ રાનીનું કોરોનાથી અવસાન થયું છે.