અમદાવાદ : સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલે છે દેશી દારૂ અને વરલી-મટકા (જુગાર)  ના અડ્ડાઓ.

0
183

વાત કરીયે ગુજરાત રાજ્યના અમદાવાદના શહેરના સરદારનગર વિસ્તારની કે જ્યાં ગુજરાતમાં દારૂબંધીની કોઈ કાયદો લાગતો નથી. અને ખુલ્લેઆમ દેશી – વિદેશીદારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે જયારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાવાયરસથી પીડાઈ રહ્યું ત્યારે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ઠેરઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

(કાલ્પનિક તસ્વીર)

સરદારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દેશી -વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ!

અમદાવાદ શહેર જયારે કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં ટોપ 10 માં આવે છે ત્યારે રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા અને કોરોના વાયરસને રોકવા પ્રયત્ન કરી રહી છે. એવામાં જ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પૈસા કમાવવાની લાલચે ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ પોતાના મળતીયાઓ સાથે મળીને ચલાવી રહ્યા છે.

કોણ આપી રહ્યું છે આ દેશી – વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી!

(કાલ્પનિક તસ્વીર)

અમે આજે વાત કરીશું અમદાવાદ શહેરમાં આવેલ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં સરદારનગર પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર તરીકે જનક ચૌધરી કે જે અગાઉ 2019 માં સરદારનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને તે સમયના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરનો વહીવટ કરતા હતા. તે સમય દરમિયાન સમગ્ર સરદારનગર વિસ્તારમાં જનક ચૌધરીના કહેવાથી દારૂ -જુગારના અડ્ડાઓ ધમધમતા હતા. તે સમય દરમિયાન ફર્સ્ટ અને સેકન્ડ પી.આઈ. ના વહીવટદારોના અંદરોઅંદર ઝગડા ચાલતા હતા. તે સમયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રજા પર ગયા હોવાથી તે તક નો લાભ લઇ તે સમયે સરદારનગરમાં સુધીર છારાના જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરાવી મોટા પ્રમાણમાં જુગારના અડ્ડા ઉપરથી રોકડ અને જુગારીઓ પકડાયા હતા. વહીવટદાર જનક ચૌધરીએ રેડ કરાવી બદલો લીધો હતો. તે સમય દરમિયાન ગુજરાત રાજ્યના પોલીસ વડાએ સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા. તે સમય દરમિયાન સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓની પરવાનગી સિનિયર ઇન્સ્પેક્ટર અને કહેવાતા વહીવટદાર જનક ચૌધરી એ આપી હતી. તો તે સમયે સેકન્ડ પી.આઈ. નો ભોગ કેમ લેવાયો ?

વાત કરીયે થોડા સમય પહેલાની ગુજરાત રાજયની એક ખાનગી ન્યુઝ ચેનલે સરદારનગર પોલીસ સ્ટેશનનું સ્ટિંગ કરી સરદારનગર ના બુટલેગર અને કહેવાતા વહીવટદાર જનક ચૌધરીનો મેળાપીપણુ બહાર લાવ્યા હતા. સમગ્ર મામલામાં બુટલેગર અને કહેવાતા વહીવટદાર જનક ચૌધરીની સંડોવણી બહાર આવતા તે સમયે જનક ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજકીય વગ અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી સરદારનગર પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર જનક ચૌધરી સરદારનગર પોલીસ સ્ટેશન નો આજે પણ વહીવટ કરી રહેલ છે.

પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટરનો અપ્રામાણિક વહીવટદાર !

સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર બહારની એજન્સીઓની વારંવાર રેડ થતા અને મોટા પ્રમાણમાં પી.સી.બી. દ્વારા રેડ કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડ્યા પછી સરદારનગર પોલીસસ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે ડીસ્ટાફ ને કડક સૂચના આપી હતી કે સમગ્ર વિસ્તારમાં ચાલતા દારૂ-જુગાર ના અડ્ડાઓ બંધ કરાવવા. પણ સરદારનગર પોલીસસ્ટેશનનો કહેવાતો વહીવટદાર અને ડીસ્ટાફના અમુક માણસો ને જોડે રાખી સમગ્ર વિસ્તારમાં દારૂ- જુગારના અડ્ડાઓ ચલાવવા દે છે. અને રોજના લાખ્ખો રૂપિયાનો હપ્તો ઉઘરાવે છે.

સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ કરતા સૂત્રો દ્વારા સી.એન.24 ન્યુઝ ને સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓની વિગત મળી છે. જે નીચે મુજબ છે.

(કાલ્પનિક તસ્વીર)

(1) સાવન : ઈંગ્લીશ દારૂ : મહાજનીયા વાસ.

(2) બળિયો ઠાકોર : ઈંગ્લીશ દારૂ : વાલ્મિકી આવાસ યોજના.

(3) પદમા : દેશી દારૂ : મહાજનીયા વાસ, નરોડા પાટિયાંની બાજુમાં.

(4) કમલ : દેશી દારૂ : નોબલનગર.

(5) સારિકા : દેશી-ઇંગલિશ દારૂ : મહાજનીયા વાસ.

(6) અરુણા : દેશી દારૂ : સિંગલ ચાલી.

(7) સંગીતા : ઈંગ્લીશ દારૂ : બઁગલા એરિયા રોડ.

(8) સુનિતા : ઈંગ્લીશ દારૂ : બઁગલા એરિયા રોડ.

(9) સપના : ઈંગ્લીશ દારૂ : માચીસ ગલી.

(10) નીતુ : ઈંગ્લીશ દારૂ : માચીસ ગલી.

(11) નેપાળી : જુગાર : સંતોષીનગર.

(12) હિના : દેશી દારૂ : મોદી કમ્પાઉન્ડ.

(13) આશા : દેશી દારૂ : આઈ.ટી.આઈ. કુબેરનગર.

(14) પલ્લી : ઈંગ્લીશ દારૂ : સંતોષીનગર.

(15) મૂંગડો : જુગાર : રેલવે ફાટક પાસે.

(16) શોભના : ઈંગ્લીશ દારૂ : છારાનગર.

(17) ટીકલાલ ઠાકોર : વરલી-મટકા : નોબેલનગર.

(18) મોહનભાઇ : વરલી-મટકા : એ/વોર્ડ , નરોડા પાટિયા.

(19) રમેશભાઈ : વરલી-મટકા : માચીસ ગલી.

(20) ઉત્તમ : ઈંગ્લીશ દારૂ : સંતોષીનગર.

(21) દેવીદાસ : ઈંગ્લીશ દારૂ : છારાનગર.

(22) રીતેશભાઈ : દેશી દારૂ ભટ્ટી : બઁગલા એરિયા રોડ.

(23) ભારતીબેન : દેશી દારૂ ભટ્ટી : છારાનગર.

સરદારનગર પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર જનક ચૌધરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગ્રહરાજ્ય મંત્રી દ્વારા દારૂબંધી અને જુગારબંધીના કાયદાનો કડક અમલ કરવા સૂચના આપી છતાં કહેવાતા વહીવટદાર જનક ચૌધરી એ સૂચના ને ધોળી ને પી ગયા હોય એમ લાગી રહ્યું છે. ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી અને ગ્રહરાજ્ય મંત્રી દ્વારા આ બાબતની ઝીણવટભરી તાપસ કરવામાં આવે તો કહેવાતા વહીવટદાર જનક ચૌધરીની બુટલેગર સાથેની સાંઠગાંઠ બહાર આવશે અને કહેવાતા વહીવટદાર જનક ચૌધરી દ્વારા કરોડો રૂપિયાંની મિલ્કતો વસાવી હોવાનું પણ બહાર આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરદારનગર પોલીસે સ્ટેશનમાં કોઈ પણ અધિકારીનો ભોગ લેવાય પણ કહેવાતા વહીવટદાર જનક ચૌધરી ને તો ફક્ત પૈસા કમાવવામાં જ રસ છે. પી.સી.બી.અને ડી.સી.પી. સ્કોડ દ્વારા વારંવાર રેડ કરી દારૂ નો જથ્થો પકડ્યા પછી પણ સમગ્ર વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here