વેચાણ : લોન્ચિંગના બે વર્ષની અંદર જ હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક SUV Konaનું કુલ વેચાણ 1 લાખ પાર, પ્રારંભિક કિંમત ₹23.94 લાખ

0
0

દિલ્હી. હ્યુન્ડાઇની ઇલેકેટ્રિક SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) Kona EVએ વિશ્વભરમાં વેચાણનો આંકડો 1 લાખ વટાવી દીધો છે. કોના ઇલેક્ટ્રિકે આ આંકડો તેની લોન્ચિંગના 2 વર્ષની અંદર જ પાર કરી નાખ્યો છે. હ્યુન્ડાઇએ તાજેતરમાં જ જણાવ્યું કે વિશ્વભરમાં Kona EVનું કુલ વેચાણ 30 જૂન 2020ના રોજ 1,03,719 યૂનિટ પહોંચી ગયું છે.

વન થર્ડ સેલ્સ સાઉથ કોરિયાની બહાર
હ્યુન્ડાઇ Kona EV પહેલીવાર માર્ચ 2018માં લોન્ચ કરવામાં આવી હતી. તેના ટોટલ સેલ્સમાંથી વન થર્ડ સેલ્સ સાઉથ કોરિયાની બહાર થયું છે. હ્યુન્ડાઇએ એ પણ જણાવ્યું કે, કંપનીનું લક્ષ્ય હવે વર્ષ 2025 સુધી FCEV (ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ) મોડેલ સિવાય 5.6 લાખ BEV (બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ) વેચવાનું છે.

9.7 સેકંડમાં કલાક દીઠ 100 કિમીની ઝડપ પકડે છે
ઇન્ડિયન માર્કેટમાં કરન્ટ Kona EVમાં 39.2 kWh લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. તેની ઇલેક્ટ્રિક મોટર 136ps પાવર અને 395 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, એકવાર ફુલ ચાર્જ થવા પર આ 452 કિમી સુધી ચાલશે. આ ઇલેક્ટ્રિક SUV માત્ર 9.7 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડવામાં સક્ષમ છે. તેમાં ચાર ડ્રાઇવિંગ મોડ Eco, Eco+, Comfort અને Sport આપવામાં આવ્યા છે.

ફીચર્સ
હ્યુન્ડાઇ Kona EVમાં 10 વે અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ફ્રંટ વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ, લેધર ફિનિશ સ્ટિયરિંગ વ્હીલ, વાયરલેસ ફોન ચાર્જર અને એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વગેરે જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ ઇલેક્ટ્રિક SUVમાં ઇલેક્ટ્રિક સનરૂફ, પાવર વિન્ડો, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ, સ્માર્ટ કી અને પુશ બટન સ્ટાર્ટ વગેરે જેવાં ફીચર્સ પણ આપવામાં આવશે.

સેફ્ટી ફીચર્સ
Kona EVમાં 6 એરબેગ્સ, EBD, ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ આસિસ્ટ કન્ટ્રોલ, ગાઇડલાઇન્સ સાથે રિઅર કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ વગેરે જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કિંમત
Kona EV ઇન્ડિયન માર્કેટમાં જુલાઈ 2019માં લોન્ચ થયી હતી. આ કાર બે વેરિઅન્ટમાં આવે છે, જેની કિંમત 23.76 લાખ રૂપિયા અને 23.94 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here