Monday, October 18, 2021
Homeઅમદાવાદ : અદાણી શાંતિગ્રામમાં વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા બાબતે મહિલા ચેરમેન અને...
Array

અમદાવાદ : અદાણી શાંતિગ્રામમાં વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા બાબતે મહિલા ચેરમેન અને પતિએ બહારથી માણસો બોલાવી રહીશને ધમકાવ્યા

અમદાવાદ. વૈષ્ણદેવી રોડ પર ખોડિયાર ગામમાં અદાણી શાંતિગ્રામમાં આવેલી આંગન સોસાયટીની મહિલા ચેરમેન, તેના પતિ અને વાઇસ ચેરમેને બહારથી માણસો બોલાવી સોસાયટીમાં રહીશ સાથે ઝપાઝપી કરી ધમકાવ્યો હતો. રહીશે મહિલા ચેરમેન અને તેના પતિને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં એડ કરતા બહારથી આવેલા શખ્સઓએ પપ્પુ પાંડેના માણસો છીએ તેવી ઓળખ આપી મારી રેલવે ટ્રેક પર ફેંકી દેવાની ધમકી આપી હતી.

ખોડિયાર ગામમાં અદાણી શાંતિગ્રામમાં આવેલી આંગન સોસાયટીમાં રહેતા નીતિન પંડ્યા ચાર દિવસ પહેલા રાતે ઘરે હાજર હતા. ત્યારે અજાણ્યા નંબર પરથી આશિષ શર્મા નામના શખ્સે ફોન કરી ફ્લેટ નીચે બોલાવતા નીતિન તેની પત્ની સાથે નીચે ગયા હતા. ત્યાં સોસાયટીના ચેરમેન અંકિતા તિવારી તેમના પતિ રાજુ, વાઇસ ચેરમેન શૈલેન્દ્ર શર્મા, આશિષ શર્મા અને અન્ય બે શખ્સ હાજર હતા. આશિષ શર્માએ નીતિનને પૂછ્યું હતું, તે અંકિતાને વોટ્સએપ ગ્રુપમાં કેમ એડ કર્યા. નીતિને કહ્યું હતું કે, સોસાયટીના ચેરમેન હોવાથી પ્રશ્નો બાબતે ચર્ચા કરવી હોય તે માટે એડ કર્યા છે. જેથી રાજુએ નીતિનનો હાથ પકડી ટોળામાં વચ્ચે લાવી ઝપાઝપી કરી કઈ રીતે તું મારી પત્નીને એડ કરી શકે કહી બોલાચાલી કરી હતી. સોસાયટીના અન્ય સભ્યો પણ આવી ગયા હતા.

શૈલેન્દ્ર શર્માએ પણ મને એડ કર્યો હતો કહી બોલાચાલી કરી હતી. તમામ લોકોએ ધમકી આપી હતી કે, હવે જો અંકિતા કે તેના પતિને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં એડ કરીશ તો જાનથી મારી રેલવે ટ્રેક પર ફેંકી દઈશું. કોઈને ખબર પણ નહીં પડવા દઈએ. અમે પપ્પુ પાંડેના માણસો છીએ તેમ કહી ત્યાંથી જતાં રહ્યાં હતાં. બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments