Monday, September 20, 2021
Homeઅમદાવાદ: પરિણીત યુવકે યુવતીને વારંવાર ફોન-મેસેજ કરી પ્રેમ કરવા હેરાન કરી, કંટાળીને...
Array

અમદાવાદ: પરિણીત યુવકે યુવતીને વારંવાર ફોન-મેસેજ કરી પ્રેમ કરવા હેરાન કરી, કંટાળીને યુવતીની આત્મહત્યા

અમદાવાદ: ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર આવેલા અમિયાપુર ગામમાં રહેતી કોલેજીયન યુવતીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. પાડોશમાં રહેતા પરિણીત યુવકે યુવતીને વોટ્સએપમાં મેસેજ અને ફોન કરી પ્રેમ કરવા દબાણ કરતો હતો, જેનાથી કંટાળી યુવતીએ આ પગલું ભર્યું હતું. અડાલજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી
ચાંદખેડા નજીક આવેલા અમિયાપુર ગામમાં રામપીરવાળા વાસમાં પૂજા રાઠોડ (ઉ.વ.22)એ બી.એ નો અભ્યાસ કરી આગળ એમ.એના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લીધું હતું. 21 જુનના રોજ બપોરના સમયે પૂજા કોબા મારી બહેનપણી આવે છે તેમ કહીને એક્સેસ લઈને નીકળી હતી. થોડીવાર બાદ ઘરના મોબાઇલ પર પૂજાએ કેનાલમાં પડી આપઘાત કર્યો છે અને એક્સેસ અહીં છે તેવું જણાવ્યું હતું.

આપઘાત પાછળ ભાવેશ ઠાકોર જવાબદાર હોવાની ફરિયાદ દાખલ
પૂજાના પિતાએ આપઘાતના કારણ પાછળ તેમના પાડોશમાં રહેતો પરિણીત યુવક ભાવેશ ઠાકોર જવાબદાર હોવાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એક વર્ષ પહેલાં પૂજાના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી મિસકોલ આવ્યો હતો. જે ભાવેશનો નંબર હતો. જેથી ભાવેશ અને તેના પરિવારને ફોન ન કરવા જણાવ્યું હતું. આમ છતાં ભાવેશ વોટ્સએપ પર ફોન અને મેસેજ કરી પ્રેમ કરવા દબાણ કરતો હતો. જ્યારે ટીવાય બી.એ.ની પરીક્ષા ચાલતી હતી ત્યારે પણ વારંવાર આ રીતે પ્રેમ કરવા દબાણ કરતા પૂજાએ તેના માતા-પિતાએ જણાવ્યું હતું. તેની પત્ની અને પરિવારને કહેવા છતાં ન માનતા પૂજાએ કંટાળી આ પગલું ભર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments