સુરત : મહિલા PSI નો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત.

0
0

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટ લખીને મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આપઘાત કરી લીધો છે. જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. પતિ સાથે ફોનમાં ઝઘડો થયા બાદ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. મહિલા પીએસઆઈના આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

મહિલા પીએસઆઈના આપઘાતના પગલે પોલીસ કાફલોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મહિલા પીએસઆઈના આપઘાતના પગલે પોલીસ કાફલોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

અનિતા જોશીને એક બાળક પણ છે

ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ અનિતા જોશી ઈન્વેસ્ટીગેશન ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. ફાલસાવાડી ખાતે રહેતા હતાં. પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે સમગ્ર પોલીસ મહેકમામાં ચકચાર મચી ગઈ છે.

મહિલા પીએસઆઈએ દરવાજો બંધ કરી આપઘાત કરતાં દરવાજો નીચેથી તોડવો પડ્યો હતો.
મહિલા પીએસઆઈએ દરવાજો બંધ કરી આપઘાત કરતાં દરવાજો નીચેથી તોડવો પડ્યો હતો.

 

આપઘાતનું કારણ અકબંધ

મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા પીએસઆઈએ આપઘાત કરી લેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
મહિલા પીએસઆઈએ આપઘાત કરી લેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here