દહેગામ : હિલોલ વાસણા ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં મહિલાએ કર્યો આપઘાત

0
81
B612

હિલોલ વાસણા ગામની મહિલાએ કર્યો આપઘાત
નર્મદા કેનાલ માં ઝંપલાવી કર્યો જીવન ટૂંકાવ્યું
શેર માટીની ખોટ હોવાથી સાસરીયાવાળા મારતા હતા મેણાટોણા
સાસરીયાવાળા ના મેણાટોણાથી કંટાળી ને કર્યો આપઘાત

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ વાસણા પાસે આવેલી નર્મદા કેનાલમાં ગઈકાલે એક મહિલાએ આપઘાત કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. દહેગામ તાલુકાના હિલોલ વાસણા ગામમાં રહેતી પુરીબેન બળદેવભાઈ રબારી ઉંમર ૩૦ વર્ષ આ મહિલા ને દહેગામ ખાતે પરણાવી હતી. પરંતુ તેને શેર માટીની ખોટ હોવાથી સાસરીયાવાળા અવારનવાર મેણા ટોણા મારતા હોવાથી કંટાળી ને આ મહિલાએ આપઘાત કર્યો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ છે. આ મહિલાએ ગઈકાલે 2.30 વાગે નર્મદા કેનાલ ઉપર થેલો મૂકીને નર્મદા કેનાલમાં આપઘાત કર્યો હતો.લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે લાશને દહેગામ સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી હતી. બહિયલ પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here