Thursday, August 5, 2021
Homeછોટાઉદેપુર : સંગમ હૉસ્પિટલમા પ્રસુતિ બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ હોબાળો...
Array

છોટાઉદેપુર : સંગમ હૉસ્પિટલમા પ્રસુતિ બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ હોબાળો મચાવ્યો

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે આવેલી સંગમ હૉસ્પિટલમા પ્રસુતિ બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

બોડેલી તાલુકાના વિસાડી ગામ ની મહિલાને પ્રસૂતિની પીડા ઉપાડતા તેને બીડેલી તાલુકાના જાંબુગામ ખાતેની સરકારી હોસ્પિટલમાં લઇ જવાય હતી. ત્યાર બાદ તેને બોડેલીને ખાનગી સંગમ હોસ્પિટલમા લાવાઈ હતી. જ્યા તેની પ્રસુતિ કરવામા આવી હત. બાળકને જન્મ આપયા બાદ મહિલાની ચાર દિવસ બાદ તબિયત બગડી હતી. મહિલાનું મોત થયું હતું.

મહિલાનું મોત થતા પરિવાર જનો સારવારમા બેદરકારીનો આક્ષેપ લગાવી રહયા છે. પરિવારજનો એ હોસ્પીટલમા હંગામો મચાવ્યો અને સુત્રોચાર કર્યા હતા. અને ન્યાયની માંગ કરી હતી.

બનાવને જાણ થતા બોડેલી પોલીસ,અને બોડેલીના મામલતદાર તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચ્યા હતા. કાયદેસરની કામગીરી કરવામા આવશે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે હાલ તાપસ હાથ ધરી મહિલાને પી.એમ માટે મોકલી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments