ગુજરાત : વડોદરામાં કોરોનાથી મહિલાનું મોત, બોટાદમાં 6 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

0
13

અમદાવાદ. સમગ્ર રાજ્યમાં રવિવારે એક જ દિવસમાં કુલ 230 નવા કેસ અને 19ના મોત થતા કુલ દર્દીઓ 3301 થયા છે જ્યારે મૃત્યુઆંક 152 થયો છે. આજે વડોદરામાં કોરાનાને કારણે એક મહિલા દર્દીનું મોત થયું છે. જ્યારે બોટાદમાં 6 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં લૉકડાઉન વધી શકે

કોરોનાના કારણે ગુજરાતમાં લૉકડાઉન વધી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે તેથી જો લૉકડાઉન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના 14 દિવસના ગણાતાં હજુ બીજા એક ઇન્ક્યુબેશન સાઇકલને પૂરું થવા દેવું જોઇએ અને પછી લૉકડાઉન ખોલાય તેવી ચર્ચા ગુજરાત સરકારમાં અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે થઇ છે. સોમવારે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની જે બેઠક મળવાની છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે વડાપ્રધાનને દરખાસ્ત કરશે.

27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર અને 313 ડિસ્ચાર્જ
આ અંગે રવિવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 178, સુરતમાં 30, આણાંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 18ના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે. કુલ 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર, 313 ડિસ્ચાર્જ અને 151ના મોત થયા છે.

કુલ દર્દી 3301, 151ના મોત અને 313ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2181 104 140
વડોદરા 234 12 56
સુરત 526 15 16
રાજકોટ 45 00 14
ભાવનગર 40 05 18
આણંદ 49 03 14
ભરૂચ 29 02 14
ગાંધીનગર 25 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 17 02 00
બનાસકાંઠા 28 00 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 03
મહેસાણા 07 00 02
બોટાદ 12 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 01 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 03 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3301 151 313