રાજકોટ : સિવિલના કોરોના વોર્ડમાં મહિલાનું મોત, કાનમાંથી સોનાની બૂટ્ટી અને નાકમાંથી દાણો ગાયબ!

0
0

રાજકોટ સિવિલ કોવિડ-19 હોસ્પિટલમાં સારવારમાં આવેલી મહિલાનું આજે રવિવારે સવારે મોત નીપજ્યું હતું. મોત બાદ મહિલાની સોનાની ચીજવસ્તુઓ ગાયબ થઈ હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખોટી વસ્તુઓ પરિવારને સોંપવામાં આવી જ્યારે સોનાની વસ્તુઓ પહેરી હતી તે ગાયબ હતી. મહિલાએ બંને કાનમાં સોનોની બૂટ્ટી અને નાકમાં સોનાનો દાણો પહોર્યો હતો અને ડેડબોડી આપતી વખતે આ વસ્તુઓ ગાયબ હતી. જ્યારે હાથમાં ખોટી બંગડી પહેરી હતી તે હોસ્પિટલ તરફથી પાછી આપવામાં આવી હતી અને સોનોની વસ્તુઓ અંગે હોસ્પિટલે અમને કંઇ ખબર નથી તેવો જવાબ આપ્યો હતો.

ખોટી વસ્તુ આપી પણ સોનાની વસ્તુ ક્યાં ગઈ?: દર્દીના સગા

દર્દીના સગા સરફરાજભાઈએ CN24NEWS સાથેની વાતચીતમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાત્રે આપણે પેશન્ટને દાખલ કર્યા હતા. સિવિલમાં ઓક્સિજન ઓછું હતું આથી સવારે 6 વાગ્યે અમારા પેશન્ટ ગુજરી ગયા હતા. પેશન્ટ મારા ફઈબા થાય છે. અમને સાડા છ વાગ્યે ફોન આવ્યો હતો. આથી અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા. નથી પોઝિટિવનો રિપોર્ટ આવ્યો કે નથી નેગેટિવનો રિપોર્ટ આવ્યો. અમને એવું કહ્યું હતું કે, ડેડબોડી તમને સોંપીએ નહીં આથી અમને મોઢુ જોવા લઈ ગયા તો કાનમાં સોનાની બૂટ્ટી અને નાકમાં સોનાનો દાણો પહેર્યો હતો તે ગાયબ હતો. આથી અમે હોસ્પિટલમાં પૂછતા અમને એવું કહ્યું કે અમને ખબર નથી. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં પણ દેખાડે છે કે આ બહેન પહેરીને આવ્યા હતા. હાથમાં ખોટી બંગડી હતી તે આપી પણ સોનાની વસ્તુ ક્યાં ગઈ? આજે અમારી સાથે થયું તેમ કાલે બીજા સાથે પણ થાય. કંટ્રોલરૂમમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે અમારી રીતે તપાસ કરીએ છીએ. પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે અમે અરજી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here