Saturday, August 13, 2022
Homeઅમદાવાદ : મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કારના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા...
Array

અમદાવાદ : મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કારના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા!

- Advertisement -

અમદાવાદમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના એક મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાયા હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી વિગત મુજબ, શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજાસામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 20 લાખ પડાવી લીધાં હતાં. ટુકડે ટુકડે આ રૂપિયા PSIએ પડાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ, મહિલા PSI શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ 2019નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી.

બે-બે બળાત્કાર કેસની તપાસના આરોપીને મહિલા PSIએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદાકીય ધાકધમકી આપી તેને પાસામાં ધકેલી દેવાની ચીમકી આપી હતી. જો પાસા ન કરવા હોય તો 20 લાખની માંગણી કરી. જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા PSIના કહેવાથી 20 લાખ રૂપિયા જયુભા નામના શખ્સને જામજોધપુર ખાતે આંગડિયાથી મોકલી આપ્યા હતા. બાદમાં ફરીવાર બળાત્કાર કેસના આરોપીને મહિલા PSI બોલાવીને ધમકી આપી ફરીથી પાસા ન કરવા હોય તો 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

બીજીવાર પણ બળાત્કાર કેસના આરોપીએ ચેક અને આંગડિયા મારફતે પૈસા ચૂકવ્યા હતા. આ આખી ઘટના થયા બાદ બળાત્કાર કેસના આરોપીએ મોટા ગજાના અધિકારીને ભલામણ કરીને મહિલા PSI શ્વેતા જાડેજા સામે ક્રાઇમ બ્રાંચમાં પ્રાથમિક અરજી કરી હતી. જે આધારે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી હતી. અમદાવાદ SOGએ મહિલા PSI શ્વેતા જાડેજાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular