મહિલા PSI આપઘાત : ​​​​​​​અમિતા જોષી સફેદ અને વાદળી કલરની ડાયરીમાં લખાણ કરતા તે ડાયરી ગૂમ

0
12

ઉધના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અમિતા બી. જોષીના આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં પોલીસે તપાસ આદરી છે. પોલીસે કોર્ટ પાસેથી રિમાન્ડ માંગતા 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ રિમાન્ડ હેઠળ રહેલા અમિતા જોષીના પતિ વૈભવની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અગાઉ મળેલી ડાયરીમાં અમિતા જોષીની લાશ પાસેથી જીવન જીવવું ખુબ જ અઘરૂ છે પણ મરવું પણ ખુબ અઘરૂ છે, મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી તેવા લખાણ વાળી એક ડાયરી મળી હતી.જો કે વાદળી અને સફેદ કલરની ડાયરીમાંથી વધુ રહસ્યો બહાર આવી શકે તેમ છે.

સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો

સહારા દરવાજા નજીક ફાલસાવાડી પોલીસ લાઇનમાં રહેતા ઉધના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અમિતા બાબુભાઇ જોષી દ્વારા સર્વિસ પિસ્ટલમાંથી પેટમાં ગોળી મારી આપઘાત કરવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં મહિધરપુરા પોલીસે કોન્સ્ટેબલ પતિ વૈભવ જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ (ઉ.વ. 33), સસરા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ (ઉ.વ. 64), સાસુ હર્ષાબેન જીતેશ વ્યાસ (ઉ.વ. 53 ત્રણેય હાલ રહે. ફ્લેટ નં. 103, સી બિલ્ડીંગ, ફાલસાવાડી પોલીસ લાઇન, રીંગરોડ અને મૂળ 215, શ્રીનાથજી નગર, વિભાગ 2, મંગલમ હોલની પાછળ, ભાવનગર) અને નણંદ મનિષા હરદેવ ભટ્ટ (ઉ.વ. 36 રહે. નાની વાવડી ગામ, ગારીયાધાર, ભાવનગર) તથા અંકિતા ધવલ મહેતા (ઉ.વ. 31 રહે. ઘર નં. 134થી 138, બ્લોક ઇ, ચંદ્રપ્રકાસ રેસીડન્સી, સિદસર, લીલા સર્કલ, ભાવનગર) ની ધરપકડ કરી હતી.

અનૈતિક સંબંધની આશંકા

વૈભવને પરસ્ત્રીઓ સાથે અનૈતિક સબંધ હોવાનો આક્ષેપ થયા છે. આ અંગે બન્ને વચ્ચે ઝઘડાઓ પણ થઈ રહ્યા હોવાનું સામે આવી ચૂક્યું છે.વૈભવ વ્યાસ સાવરકુંડલામાં પણ કોઇક મહિલા સાથે સંર્પકમાં હતો. જેથી મહિલા કોણ છે તે અંગેની તપાસ કરવા માટે પણ પોલીસે હાલ રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here