વલસાડ જિલ્લામાં લોકડાઉનમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા મહિલાઓ વળી રહી છે મશરૂમ ની ખેતી તરફ 

0
4
ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા છેલ્લા ચાર વર્ષ થી અનેક ખેડૂતો ને અનેક ખેતી વાડી અંગે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે પૈકી 500 થી વધુ ખેડૂત ભીએ બહેનો ને મશરૂમ ની ખેતી માટે ની તાલીમો આપવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત અનેક સ્થળ ના ખેડૂતો પ્રશિક્ષણ મેળવી ચુક્યા છે પરંતુ સ્વસહાય જૂથ ની મહિલાઓ દ્વારા પ્રશિક્ષણ મેળવી તેને અમલમાં મુકવામાં આવતા ધોધડકુંવા ગામ ની 20 થી વધુ મહિલાઓ કોરોના ના લોકડાઉન દરમ્યાન પણ મશરૂમ ની ખેતી તરફ વળી પ્રતિ કિલો એ રૂપિયા 500 જેટલી રકમ ની આવક મેળવી રહી છે.
હાલમાં જ્યાં લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે એવા સમય માં ધોધડકુંવા ગામની જલારામ મંડળ સ્વસહાય જૂથ ની 20 મહિલાઓ દ્વારા મશરૂમની ખેતી કરવા તરફ વળી છે તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ના પ્રેમીલાબેન આહીરના માર્ગદર્શન માં લીધેલ પ્રશિક્ષણ બાદ ઘર આંગણે ઓછી જગ્યા માં ઓછા ખર્ચે અને માત્ર 25 દિવસ માં મશરૂમ નું ઉત્પાદન મેળવવવા માટે ની કામગીરી શરૂ કરી છે અને પગભર બની રહી છે મશરૂમ એ એક માત્ર એવો પાક છે જે એક વાર કર્યા બાદ ત્રણ મહિના સુધી ઉત્પાદન મેળવી શકાય છે અને એ પણ 25 દિવસ માં મશરૂમ ઉત્પાદન શરૂ થઇ જાય છે સાથે સાથે કિલોના 500 રૂપિયા લેખે માર્કેટ માં વેચાય છે મશરૂમ ની માગ એટલી છે કે પ્રોટીન નું સ્ત્રોત હોવાને કારણે કોઈ રોગના દર્દીઓ માટે તે ખૂબ ઉપયોગી છે એમા પણ ડાયાબીટીસ પ્રેશર અને હૃદયરોગ ના રોગી માટે મશરૂમ એ ડોકટર પણ ખવા માટે ની સલાહ આપતા હોય છે લોકો તેને ઘર બેઠા આવી ની ખરીદી કરી જતા હોય છે
આજે પારડી તાલુકાના ધોધડકુંવા ગામે સ્વસહાય જૂથ ની મહિલાઓ એકત્ર થઈ અન્ય મહિલાઓ ને પણ મશરૂમ ખેતી અંગે માહિતી આપી અને તેના સિલિન્ડર કેવી રીતે ભરવા તે માટે મહિલાઓ ને માહિતગાર કરી હતી લોકડાઉન ના સમય માં ઘર બેઠા 25 દિવસ માં જો કોઈ ખેત ઉત્પાદન થતું હોય તો તે મશરૂમ છે અને તે માટે હવે મહિલાઓ મશરૂમની ખેતી તરફ આગળ વધી રહી છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ