અમદાવાદ : રખિયાલમાં PCB એ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, મહિલા બુટલેગર ફરાર

0
15

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં મહિલા બુટલેગરના ધરેથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડ 342 બોટલ મળી આવી હતી. PCBએ 46 હજારથી રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી મહિલા બુટેલગર સામે કાર્યવાહી હાથ ધરી છે. જો કે PCBના દરોડા દરમિયાન મહિલા બુટલેગર ફરાર થઇ ગઇ હતી. જો કે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી.

રખિયાલ અર્બનનગર ચાર રસ્તા ખાતેના એક મકાનમાં રહેતી સલમા નઝીરઅબ્દુલ શેખ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી પીસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ એ.ડી.ચાવડાને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે સલમાના ઘરે દરોડો પાડયો હતો. જોકે પોલીસે દરોડો પાડ્યો ત્યારે સલમા ઘરમાં હાજર ન હતી તેમજ પોલીસને દારૂ પણ મળ્યો ન હતો.

જ્યારે ઘરમાં તેનો પતિ નઝીરઅબ્દુલ કાદર શેખ હાજર હતો. પોલીસે નઝીરની સઘન પૂછપરછ કરીને આખા ઘરમાં શોધખોળ શરૂ કરતાં આખરે નઝીરઅબ્દુલે દારૂનો જથ્થો બતાવ્યો હતો. આ દંપતીએ ઘરની અંદરના બાથરૂમના ફરસના ટાઈલ્સ ખોલી કાઢ્યા હતા. ત્યારબાદ ત્યાં ખાડો ખોદી તેમાં દારૂની બોટલો સંતાડી હતી અને ઉપર કોટાસ્ટોન ગોઠવી દીધા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી દારૂની 342 બોટલ (કિંમત રૂ.46,625) કબજે કરી હતી. આ સાથે પોલીસે નઝીરઅબ્દુલની પણ ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી સલમા ઘરમાં હાજર નહીં હોવાથી તેને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે.