ગોંડલ : મહિલા કોલેજના સુપરવાઇઝરને ફોન દ્વારા ધમકી અપાઇ, ઓડિયોક્લિપ વાઇરલ

0
9

ગોંડલ: મહિલા કોલેજના સિનિયર સુપરવાઇઝર ગોવિંદભાઈ વેકરીયાએ સિટી પોલીસમાં જીતુભાઈ ખાચર વિરૂદ્ધ ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, જીતુભાઈ ખાચરનો પુત્ર કોલેજમાં પરીક્ષા આપી રહ્યો હોય તેની પાસેનું સાહિત્ય ઝડપી લેવામાં આવ્યું હતું. આ અંગે જીતુભાઈ ખાચર દ્વારા મોબાઇલ ફોન પર ધાક ધમકી આપવામાં આવી છે અને તેની ઓડિયોક્લિપ વાઇરલ થઇ છે. પોલીસે જીતુભાઈ ખાચર વિરૂદ્ધ 504, 506, 507 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મારા પુત્ર પાસે પરીક્ષામાં ચોરી કરવાને લાયક કોઈ સાહિત્ય હતું નહીં

ઘટના અંગે જીતુભાઈ ખાચરનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, પ્રોફેસર વેકરીયા સાથે મોબાઇલ ફોનમાં ઉગ્ર બોલાચાલી થઇ તે સત્ય હકીકત છે. પરંતુ મારા પુત્ર પાસે પરીક્ષામાં ચોરી કરવાને લાયક કોઈ સાહિત્ય હતું નહીં. પ્રોફેસર વેકરીયાએ કોઈ રાગદ્વેષના કારણે મારા પુત્રની પરીક્ષાની રીસીપ્ટ ફાડી નાખી હતી. જેથી ઉગ્ર બોલાચાલી થઇ હતી અને કાનૂની રાહે ફરિયાદનો જવાબ પણ અમારા દ્વારા આપવામાં આવશે. કેટલાંક હિતશત્રુઓ દ્વારા સોશિયલ મીડિયામાં ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here